સ્થાનિક રહીશોએ નગરપાલીકા હાય હાય ના સૂત્રોચ્ચાર કરી પાલીકા સત્તાધિશો સામે રોષ ઠાલવ્યો:- આમોદના નગરના પૂરસા રોડ નવીનગરી વિસ્તારમા છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે. તેમ છતાં પાલીકા સત્તાધીશોએ કોઈજ કાયૅવાહી નહી કરતાં રહીશોએ નગરપાલિકા હાય હાય ના સૂત્રોચ્ચાર કરી પાલિકા સત્તાધિશો સામે રોષ ઠાલવ્યો હતો. અને જો સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહિ આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. પુરસા રોડ નવીનગરી વિસ્તારમા છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે. જેને કારણે રહીશો નર્કગારમાં રહેવા મજબુર બન્યા છે.

જે બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર આમોદ નગર પાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ, સેનેટરી ઇન્સ્પેકટર હિતેશ અસારી તેમજ મુખ્ય અધિકારી પંકજ નાયકને અનેકોવાર રજુઆત કરી હતી. આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણાએ પણ અનેક વખત પાલિકાને રજુઆત કરી હોવા છતા આજદિન સુધી સત્તાધીશો સ્થાનિક રહીશોની રજુઆતને ઘ્યાનમાં નહી લેતાં આજરોજ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા, નગરસેવક શકીલ કાપડિયાએ મુખ્ય અધિકારી તેમજ સેનેટરી ઇન્સ્પેકટર હિતેશ અસારીને સ્થળ મુલાકાત માટે બોલાવ્યા હતાં. જ્યાં સ્થાનિક રહીશોએ અધિકારીઓને અતિ દુર્ગંધ મારતી ગટરોની સમસ્યા બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી.

ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે :- છેલ્લા ઘણા લાંબા સમયથી સ્થાનિકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં સમસ્યાનું હલ નહીં આવતા રહીશોએ મીડીયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું, કે જો આ ઉભરાતી ગટરોનું કાયમી અને ચોક્કસ નિરાકરણ નહી આવે તો અમે આત્મવિલોપન કરીશુંની ચીમકી પણ ઉચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પૂરસા રોડ નવીનગરી વિસ્તારમા છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે. અનેક વાર લેખીત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાય પાલીકાના સત્તાધીશો કોઈ નક્કર કામગીરી કરતા નથી. સ્થાનિક મહિલાઓએ જણાવ્યુ હતુ, કે વારંવાર ગટરો ઉભરાઈ છે. તેનુ નિરાકરણ તો આવતું નથી. પરંતુ વેરા લેવા નિયમિત આવે છે. ઉભરાતી ગટરોને કારણે ઝાડા ઉલટીના બનાવો પણ બન્યા છે. કોઈ મોટો રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ.?

માળખાકીય સુવિધા માટે સ્થાનિકોને આત્મવિલોપન કરવું પડશે :- આ બાબતે સ્થાનિક રહીશ ગુલામ ખત્રીએ જણાવ્યુ હતુ, કે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર પથરાઈ રહ્યું છે. તે બાબતે અમોએ નગરપાલિકાને વારંવાર લેખીત તેમજ મૌખિક જાણ કરી હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી. અમે કેવી દુર્ગંધમાં રહીએ છીએ તે બતાવવા માટે મુખ્ય અઘિકારી અને સેનેટરી ઇન્સ્પેકટરને એક દિવસ આ વિસ્તારમા અમારું ઘર ખોલીને આપુ અહીંયા બેસીને વહીવટ કરે તો તેમને સમજાશે કે અમો કેવી દુર્ગંધમાં રહીએ છીએ. જો હજૂ પણ આ સમસ્યાનું નિરાકરણ નહી આવે તો ના છૂટકે અમારે આત્મવિલોપન કરવું પડશે તેમ તેઓએ જણાવ્યું હતું. હવે જોવું એ રહ્યું કે, નગરપાલિકા પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવે છે. કે તેમને આત્મવિલોપન કરવા મજબુર કરે છે. એતો આવનાર સમયજ બતાવશે.
યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com