Geo Gujarat News

ભરૂચ: ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના અધ્યસ્થાને યોજાઈ

ભરૂચ ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક દિશા કમિટીના અધ્યક્ષ અને સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને ભરૂચ આયોજન કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. બેઠકમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ સમતોલ વિકાસ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના તમામ લોકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા અપાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સૂચનોને અધિકારીઓ પરસ્પર સંકલન રાખી બનતી ત્વરાએ નિવારણ લાવે તેમજ પ્રગતિ હેઠળના કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓની તલસ્પર્શી વિગતો લેખિત કે મૌખિક સ્વરૂપે જરૂરિયાતમંદ તમામ લોકો સુધી પહોંચે એ માટે તમામ વિભાગો સક્રિયતા દાખવે એમ ભારપૂર્વક જણાવ્યું હતું. શ્રી વસાવાએ સરકારી સંસાધનોનો અને મશીનરીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જનજન સુધી સુખાકારીના કામો સુચારૂ રીતે થાય તે બાબતે અધિકારીઓને સૂચન સહ માર્ગદર્શન કર્યું હતું. દિશાની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, દિન દયાલ અંત્યોદય યોજના, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ, સંકલિત આદિજાતિ વિસ્તાર પેટા યોજના, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, સ્વચ્છ ભારત મિશન, ડેરી વિકાસ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ, મધ્યાહન ભોજન યોજના, આત્મા પ્રોજેક્ટ, સોઈલ હેલ્થ કાર્ડ, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, પોસ્ટ વિભાગની સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક, સાંસદ આદર્શ ગ્રામ, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન, ગ્રામીણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, પી.એમ.પોષણ યોજના, એ.ટી.વી.ટી યોજના, ઈ-શ્રમ, જળસંચય યોજના જેવી વિવિધ કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલે બેઠકનું સંચાલન કર્યું હતું, જે સંદર્ભે સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દરેક યોજનાઓમાં થયેલી કામગીરી રજૂ કરી હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્ય અરૂણસિંહ રણા, રમેશભાઇ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાયોજના વહીવટદાર, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખો, વિવિધ સમિતિઓના સદસ્યો તેમજ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *