Geo Gujarat News

ભરૂચ: જિલ્લા પ્રભારી સચિવ સુ.શ્રી શાહમીના હુસૈનના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાની સમીક્ષા બેઠક યોજાઇ

ભરૂચ જિલ્લામાં પડેલ કમોસમી વરસાદ, સુજલામ સુફલામ યોજના તથા સિવિલ ડિફેન્સ મોકડ્રીલ સહિત વહીવટીતંત્રની કામગીરી, જિલ્લાના અગત્યના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી વી.સી.રૂમ ખાતે યોજાઈ હતી. બેઠકના પ્રારંભે કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલની કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ થયેલી કામગીરીનો વિગતવાર ચિતાર પ્રેઝન્ટેશન દ્વારા આપ્યો હતો. તેમજ હાલમાં જિલ્લામાં થયેલા કમોસમી વરસાદ, સુજલામ સુફલામ યોજના વિશે પણ પ્રેઝન્ટેશન દ્વારા વિગતો આપી હતી. જિલ્લા પ્રભારી સચિવ સુ.શ્રી શાહમીના હુસૈને વહીવટીતંત્રના અધિકારીશ્રીઓને ગમે તેવી આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે સતર્ક રહી પોતાના મહત્વપૂર્ણ રોલ પ્રમાણે એલર્ટ રહી કામગીરી કરવા જણાવ્યું હતું.

તેમણે ચોમાસાની ઋતુ આવનારી હોય વિવિધ વિભાગોએ પોતાને લગતી પ્રિ – મોન્સુનને લગતી કામગીરી ૧૫ મી જૂન સુધી પૂરી કરવા જણાવ્યું હતું. તથા માર્ગ અને મકાન વિભાગના રોડ રસ્તા અંગે થઈ રહેલી કામગીરી વિશેની વિગતો મેળવી સમયમર્યાદામાં પરિણામલક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું. સાથે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ડીજીવીસીએલ, નગરપાલિકા, આરોગ્ય વગેરે વિભાગો દ્વારા થયેલા આયોજન પ્રમાણેની કામગીરી પૂરી કરવા જણાવ્યું હતું. આ તકે, પાણી પુરવઠા અને વાસ્મોને ચોમાસાની ઋતુમાં વોટર હેડ તેમજ ટાંકીઓની સાફ સફાઈ કરી પીવાના પાણીમાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. વધુમાં, જિલ્લામાં ચાલી રહેલા “સુજલામ સુફલામ્ જળ અભિયાન – કેચ ધ રેઇન ૨.૦ – ૨૦૨૫” અંતર્ગત સમિતિ દ્વારા ભલામણ મુજબ થયેલા આયોજનના કામોનું રીવ્યુ કરવામાં આવ્યું હતું. તેમણે આ અભિયાનમાં અંતર્ગત જરૂરી સૂચનો સાથે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાધલ, પ્રાયોજના વહીવટદાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, પ્રાંત અધિકારીઓ, જિલ્લા આયોજન અધિકારી, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા આરોગ્ય અધિકારી,ડી.જી.વી.સી.એલના અધિક ઇજનેર, ચીફ ઓફીસરઓ, સિંચાઇ, પાણી પુરવઠા સહિત સબંધિત વિભાગના અમલિકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *