સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ વાગરાથી ઓરા ગામને જોડતા મુખ્ય માર્ગ નજીક એક ખેતરમાં ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી નજરે પડી હતી. માર્ગ ઉપરથી પસાર થતાં એક વ્યક્તિએ આ લાશ જોતા તેણે તરતજ વાગરા પોલીસને જાણ કરી હતી. વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી જઈ લાશને ઝાડ પરથી નીચે ઉતારી તેનો કબજો મેળવી તેને તાત્કાલિક વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી. મરણ જનાર યુવક વાગરામાં સ્વામિનારાયણ ફળિયા વિસ્તારમાં રહેતો ૨૨ વર્ષીય નીરવ કુમાર હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતકના વાલી વારસોને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com