Geo Gujarat News

વાગરા: ભારત-પાક તણાવ વચ્ચે દહેજમાં સુરક્ષા વ્યવસ્થા કડક: દરિયાઈ વિસ્તાર અને ઔદ્યોગિક એકમોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ, 50 જવાનો તૈનાત

દહેજ અને દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. આ વિસ્તાર દેશના પશ્ચિમ તટે આવેલો છે અને પાકિસ્તાનની સરહદની નજીક છે. ભારત-પાકિસ્તાન વચ્ચે વર્તમાન તણાવને ધ્યાનમાં રાખીને દરિયાઈ સુરક્ષા વધારવામાં આવી છે.દહેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.બી.ઝાલા, કે.જી.સીસોદિયા અને દહેજ મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એમ પાટીદારના નેતૃત્વમાં બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 50 પોલીસકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે.

પોલીસ ટીમ નર્મદા જેટી, હરિમહારાજ, દિવાદાંડી, પરશુરામ મંદિર, ભુવાશ, જાગેશ્વર, અંભેટા, સુવા, કોલીયાદ, કલાદરા અને વેંગણી સહિતના દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. આ ઉપરાંત રો-રો જેટી, રિલાયન્સ જેટી, એલએનજી જેટી, બદાણી જેટી, જીસીપીએલ જેટી અને બિરલા જેટી વિસ્તારમાં પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.પોલીસ પાસે રિક્વિઝિટ બોટ, હથિયારો, બાયનોક્યુલર, બોડીવોર્ન કેમેરા અને ડ્રોન જેવા આધુનિક સાધનો છે.

ઔદ્યોગિક વસાહતો અને ગામડાઓમાં પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી અફવાઓ ન ફેલાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને.પોલીસે લોકોને અપીલ કરી છે કે જો દરિયાઈ માર્ગે કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *