વાગરા તાલુકાના ઓચ્છણ ગામ નજીક મુખ્ય રોડ ઉપર ભારે પવનના કારણે એક વૃક્ષ તૂટી જવા પામ્યું હતું. વૃક્ષ તૂટી પડવાથી ઓચ્છણથી પહાજ તરફનો માર્ગ બ્લોક થઈ જતા વાહન ચાલકોને અગવડતા પડી રહી હતી. રાત્રીના સમયે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલક આ વૃક્ષમાં ભટકાય અને અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી હતી. જે અંગેના સમાચાર જીઓ ગુજરાત ન્યુઝમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

જીઓ ગુજરાત ન્યૂઝના અહેવાલની અસર :- બનાવ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથેજ વાગરા ફોરેસ્ટ વિભાગ ત્વરિત એક્શનમાં આવ્યું હતું. સમાચારની ગંભીરતાને ધ્યાને લઇ કોઈ અકસ્માતની ઘટના ન સર્જાય તે હેતુસર વાગરા વન વિભાગની એક ટીમ તાબડતોબ બનાવવાળા સ્થળ ઉપર પહોંચી જઈ યુદ્ધના ધોરણે રોડ ઉપર પડેલ વૃક્ષને હતાવવાની કામગીરી હાથ ધરી હતી. અને એક તરફતના બંધ થઈ ગયેલા માર્ગેને ખુલ્લો કરી માર્ગ પૂર્વરત કરી સરાહનીય કામગીરી પાર પાડી હતી.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com