Geo Gujarat News

સુરત: ડુમસમાં થયેલા 2500 કરોડના જમીન કૌભાંડમાં સંડોવાયેલા સિટી સરવે સુપ્રિટેન્ડેન્ટ અનંત પટેલની સીઆઈડી ક્રાઈમે મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી

સુરતમાં ડુમસમાં થયેલા 2500 કરોડના જમીન કૌભાંડમાં સંડોવાયેલા સિટી સરવે સુપ્રિટેન્ડેન્ટ અનંત પટેલની સીઆઈડી ક્રાઈમે મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી છે. પૂણેના ઓશો આશ્રમમાં છુપાયેલા અનંત પટેલને સીઆઈડી ક્રાઈમે ઝડપી લીધો હતો અને સુરત ખાતે લાવીને કોર્ટમા રજૂ કર્યો હતો. કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કૌભાંડમાં ચારેક મહિના પહેલા ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરના ડુમસમા સાયલન્ટ ઝોનમાં 2500 કરોડનું જમીન કૌભાંડ થયું હતું. જેનો ચારેક મહિના પહેલા કેસ નોંધાયો હતો. આ કૌભાંડનો મુખ્ય આરોપી સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ અનંત પટેલ નાસતો ફરતો હતો. સીઆઈડી ક્રાઈમ અનંત પટેલને પકડવા માટે સક્રિય થઈ હતી અને તેને પુણેના ઓશો આશ્રમમાંથી ઝડપી પાડ્યો હતો. અનંત પટેલ ઓશો આશ્રમમાં જઈને છુપાઈ ગયો હતો.આરોપી અનંત પટેલે આ કૌભાંડમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતાં. સીઆઈડી ક્રાઈમમાં તે અંગે ગુનો નોંધાયો હતો. પુણેથી તેને સુરત લાવવામાં આવ્યો હતો અને તેને કોર્ટમા રજૂ કરાયો હતો. પોલીસે તેના 14 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે આરોપી અનંત પટેલના ત્રણ દિવસના જામીન મંજૂર કર્યા હતાં. આ કેસમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો સામે આક્ષેપો થયા હતા.

સુનીલ.જી, સુરત

Saifali Bhatti
Author: Saifali Bhatti

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *