ભરૂચ જિલ્લાના તલાટી મંડળ દ્વારા ઝઘડિયા તાલુકાના સારસા ગામના તલાટી લક્ષ્મણભાઈ પાડવી અને અંકિતાબેન ગામીત પર થયેલા હુમલા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે

આવેદનપત્રમાં જણાવાયું છે કે 15 મે, 2025ના રોજ બે ઇસમો આકાશ વસાવા અને અજય વસાવા એ તલાટી પર કચેરીમાં જઈ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ભરૂચ તલાટી મંડળે આવા હુમલાને ગંભીર ગણાવતા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી અને પાસા લગાવવાની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં તલાટીઓ પર અનેક હુમલાની ઘટનાઓ બની છે જેના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છે ત્યારે સરકાર આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરે એવી માંગ કરવામાં આવી છે.
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096