વછનાદ ગામ દ્વારા સર્વ જ્ઞાતિ સમાજ સમુહ લગ્ન મહોત્સવ – 2025″ નું આયોજન કરવામાં આવ્યું, આયોજિત પ્રથમ અને દ્વિતિય સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ૪૧ યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો.

ભરૂચના વછનાદ ગામ દ્વારા પ્રથમ સર્વ જ્ઞાતિના યુગલોનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ વર્ગના પરિવારોને પોતાના સંતાનોના લગ્ન કરવા મુશ્કેલ પડી રહ્યા છે ત્યારે અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજી ગરીબ વર્ગના લોકોને મદદરૂપ બની એક સરાહનીય કાર્ય થઇ રહ્યું છે.

આયોજિત પ્રથમ અને દ્વિતિય ચરણમાં થઈ કુલ ૪૧ નવદંપતીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરાવ્યો હતો,ઉપરોક્ત કાર્યક્રમમાં શ્રી અજયસિંહ રણા તથા શ્રી દિવ્યજીતસિંહ ચુડાસમાએ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી તથા નવદંપતીને આર્શીવાદ પાઠવ્યા અને અમારા આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો.
સાથે સાથે કાર્યક્રમમાં તમામ જેઓ એ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને શ્રમદાન કર્યું એ તમામ યુવામિત્રો, વડીલોનો પ્રવીણસિંહ ચૌહાણ તેમજ અક્ષયસિંહ ઘનશ્યામસિંહ રાજે હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો…
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096