સુરત માં 36 લાખનો ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો ગુજરાતમાં નશાનો કારોબાર દિનપ્રતિદિન વધી રહ્યો છે. જોકે, મોટા શહેરોમાં પાર્ટીઓમાં હાલ ઇ સિગારેટના સેવનનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં ઇ સિગારેટના સેવન પ્રતિબંધ છે. તોપણ તેનું વેચાણ કરવામાં આવે છે.ગુજરાતમાં મેટ્રો સિટી કહેવાતા સુરત, અમદાવાદમાં ઘણીવાર ઇ સિગારેટનો જથ્થો ઝડપાયો છે. તો સુરતમાં 36 લાખના ઇ સિગારેટના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ સુરતમાંથી કુલ 36 લાખની કિમતનો ઇ સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. SOG પોલીસે રાંદેરના મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી. જે દરમિયાન તેમને 36 લાખનો ઇ સિગારેટના જથ્થા સાથએ આરોપી નાઝિર શેખની ધરપકડ કરી હતી. તો પોલીસે આરોપી સામે તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન SOG પોલીસને જાણવા મળ્યું કે, આરોપી મુંબઈથી ઇ સિગારેટ લાવતો હતો. જે બાદ ઇ સિગારેટનું સુરતમાં વેચાણ કરતો હતો. તો સમગ્ર મામલે SOGએ આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતમાં અગાઉ ઇ સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં અગાઉ પણ ઇ સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. અગાઉ અમદાવાદમાં ગાંધી રોડ પાસે લાખોની કિમતનો ઇ સિગારેટનો જથ્થો ઝડપી લેવાયો હતો.તો તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નવસારીના વાસદામાંથી ગાંજાયુક્ત જોમ્બી ઈ સિગારેટ ઝડપી લીધી હતી. જ મામલે 2 આરોપીઓની અટકાયત કરી હતી.આરોપીઓ યુવાનોને નશાની લત લગાવીને બરબાદ કરી રહ્યા છે. ગુજરાત સહિત સુરતમાં ઘણીવાર ડ્રગ્સ અને નશીલા પદાર્થો ઝડપાતા હોય છે. જેમાં આરોપીઓ કાયદાનો ડર ન હોય તેમ બેફામ વેચાણ કરતા હોય છે.
સુનિલ ગાંજાવાલા, સુરત
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096