Geo Gujarat News

સુરત:  રિંગ રોડ ટેક્સટાઈલ માર્કેટમાં 1.98 કરોડની ઠગાઈનો બનાવમાં એકની ધરપકડ કરવામાં આવી 

સુરતમાં છેતરપિંડીના બનાવો અવારનવાર સામે આવે છે. જેમાં ટોપીબાજો ઠગાઈ કરીને લોકોને કરોડોનો ચૂનો ચોપડી દેતાં હોય છે. અગાઉ પણ સુરતમાં બનેલી ઘટનાઓમાં કરોડોની ઠગાઈઓના કેસ બનેલા છે. જેમાં ઠગો વેપારીઓને વિશ્વાસમાં લઈને તેમની સાથે ઠગાઈ આચરેલી હતી.વેપારીઓને છેતરીને આરોપીઓ રફૂચક્કર થઈ જતા હોય છે. ત્યારે સુરતના રિંગ રોડ ટેક્સટાઈલ માર્કેટમાં 1.98 કરોડની ઠગાઈનો બનાવ સામે આવ્યો હતો.જે મામલે પોલીસે વધુ તપાસ કરી હતી. તેમજ આરોપીની બાતમીના આધારે ઝડપી લીધો હતો.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરના રિંગ રોડ ટેક્ષટાઇલ માર્કેટમાં 1.98 કરોડની ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. આરોપી હિતેશ વઘાસિયાએ ખોટા GST નંબરનો ઉપયોગ કર્યો હતો.

ત્યારે વેપારી પાસે કરોડો રુપિયાનું ગ્રે કાપડ લઈ લીઘું હતું. આરોપીએ વેપારી સાથે છેતરપિંડી આચરી હતી, આરોપી હિતેશ વઘાસિયા રૂપિયા આપવા વગર જ દુકાન અને ઓફિસને તાળું મારી ફરાર થઈ ગયો હતો.જ્યારે આરોપી વેપારીને પૈસા આપ્યા વગર ફરાર થઈ જતા. વેપારીએ આરોપી હિતેશ વઘાસિયાને ઝડપી લેવા માટે કાર્યવાહી કરી હતી. ઇકો સેલ પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો.

જે બાદ વધુની કાર્યવાહી હાથ ધરી હતી. તો અગાઉ સુરત ટેક્સટાઈલ માર્કેટમાં વેપારી પાસેથી કુલ 24.45 લાખની છેતરપિંડીની ઘટના બની હતી. જે મામલે આરોપીને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી હતી.

સુનિલ ગાંજાવાલા, સુરત

Saifali Bhatti
Author: Saifali Bhatti

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *