Geo Gujarat News

અંકલેશ્વર: ગુજરાતની MSME ઈકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં ભરાયેલા નિર્ણાયક પગલા હેઠળ ગુણવત્તા યાત્રા અંકલેશ્વર ખાતે પહોંચી

યાત્રાનો ગુણવત્તા રથ, જાગૃતિ અંગેના વર્કશોપ,વેબિનાર્સ થકી MSME ઉદ્યોગોને, ઉત્પાદકો અને ઉદ્યોગોને એક સ્થળે લાવી માર્ગદર્શન પૂરું પાડશે

ગુજરાત ગુણવત્તા યાત્રા એક રાજ્ય વ્યાપી પહેલ છે. સરકાર દ્વારા “ગુણવત્તા યાત્રા”નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનું આયોજન ૩૩ જિલ્લાઓમાં રાજ્યના MSME ઉદ્યોગોને, ઉત્પાદકો અને ઉદ્યોગોને જોડવા માટે ગુણવત્તા રથ યાત્રા તથા વર્કશોપ યોજવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પધારેલા “ગુણવત્તા યાત્રાના રથને અંકલેશ્વર ઈન્ડ્રસ્ટીઝ એશોએશિયેશના પ્રમખ શ્રી હેમંત સેલડીયા અને અન્ય મહાનુભાવોએ રથને લીલી ઝંડી આપી હતી. આ રથ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ભ્રમણ કરી ઔદ્યોગિક વિકાસ માટે શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રમાં કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સ્થાપિત ગુણવત્તાયુકત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓ અંગે, ગુણવત્તાયુકત ઉત્કૃષ્ટતા ચલાવવા માટે ક્યુસીઆઈ દ્વારા ઝેડઈડી અને લીન પ્રમાણ પત્રો અંગે, પર્યાવરણના નિયમો અને પડકારો સહિત વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડશે.

આ યાત્રા દ્વારા વિકસિત ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવી વિકસિત ભારતના સંકલ્પ માટે સક્ષમ બનશે. ગુજરાતની એમ.એસ.એમ.ઈ ઈકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં ભરાયેલા નિર્ણાયક પગલા હેઠળ ગુણવતા યાત્રા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પહોંચી હતી. ગુણવતા યાત્રા રાજ્યભરમાં આશરે ૫૫ દિવસ સુધી યાત્રા ચાલુ રહેશે. જેમાં ભરૂચ સહિત સુરત, વડોદરા, સિદ્ધપુર વિદ્યાનગર, ગાંધીનગર વગેરે જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સહિત અન્ય ૨૦ જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબધ્ધાને વધુ મજબૂત બનાવશે.

આ પ્રંસગે જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વડાશ્રી એચ.એ.જાડેજા, પર્યાવરણ ઈજનેર, GPCB, અંકલેશ્વર Industries Association ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Saifali Bhatti
Author: Saifali Bhatti

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *