સમાજની દીકરી સમાજમાં જ રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે આત્મીય હોલ ભરૂચ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સાથે સન્માનિત ભૂદેવોના સન્માન કરવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું,…

ભરૂચ કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સાથે બ્રહ્મસમાજના સન્માનિત ભૂદેવોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

પહેલગામમાં પર્યટકો પર થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા પર્યટકો તેમજ ઑપરેશન સિંદૂર માં શહીદ થયેલા ભારતના વીર સંપૂતોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે ઉપસ્થિત સન્માનિત બ્રહ્મઆગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું,

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા ભરૂચ આત્મીય હોલ ખાતે યોજાયેલ પસંદગી સંમેલનમાં 200 થી વધુ દીકરા દીકરીઓ ભાગ લીધો હતો, આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી, મહિલા અગ્રણી ગુજરાતના પ્રજ્ઞાબેન રાવલ, ભરૂચના બ્રહ્મ અગ્રણી અને જાણીતા કર્મકાંડી ગિરીશભાઈ શુક્લ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઇ દવે, બ્રહ્મઅગ્રણી પ્રદીપ રાવલ, અનિલભાઈ પંડ્યા, વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી અજય વ્યાસ, ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ સહિત મોટી સંખ્યમાં ઉપસ્થિત રહી દીકરા દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા,સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન મહામંત્રી રાજુભાઈ ભટ્ટ તેમજ દિપ્તીબેન ભટ્ટે કર્યું હતું…
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096