ભરૂચના સેગવા સ્થિત દરિયાઇ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ વર્ષે SSC, HSC, સ્નાતક અને અનુસ્નાતક પરીક્ષા પાસ કરનાર સેગવા ગામના તેજસ્વી વિધાર્થીઓને પ્રોત્સાહન આપવાના હેતુસર ભરૂચ તાલુકાના સેગવા ગામે દરિયાઈ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ – સેગવા દ્વારા એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ હાજર મહેમાનોનું તથા વિદેશથી પધારેલ સફરી ભાઈઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દરિયાઇ એજયુકેશન એન્ડ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ – સેગવાના ટ્રસ્ટી અને ગામના સરપંચ ગુલામભાઈ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

જેમા મુખ્ય મહેમાન તરીકે શ્રી કે.આર. વ્યાસ સાહેબ (પી.આઈ. પોલીસ સ્ટેશન, પાલેજ) અને અતિથિ વિશેષ તરીકે કારકિર્દી માર્ગદર્શક ડો.ઈમ્તીયાઝ ડી. મોદી ઉપસ્થિત રહ્યા હતાં. ધોરણ – 10 (SSC) પાસ કરનાર વિધાર્થીઓમાં પ્રથમ ક્રમાંકે 84.00 % સાથે દશું જિશાન, ઇશાક 83.16 % સાથે દ્વિતીય ક્રમાંક વસ્તા અકીલ ઇસ્માઇલ તથા 82.83 % સાથે ત્રીજા ક્રમાંકે ધુરત માઝ નજીર રહ્યા હતાં. સાથે સાથે ધોરણ – 12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સમાં પ્રથમ, દ્વિતીય અને ત્રીજો ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ અને ઉચ્ચ અભ્યાસમાં સ્નાતક તથા અનુસ્નાતક પરીક્ષાઓ પાસ કરનાર કુલ 40 જેટલા વિધાર્થીઓ તથા વિધાર્થિનીઓને પુષ્પગુચ્છ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

દરિયાઇ એજયુકેશન એન્ડ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ – સેગવાના ઉપપ્રમુખ કદીર સાહેબ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું જેમાં તેઓ દ્વારા ટ્રસ્ટના કાર્યોનો ચિતાર આપતા જણાવાયુ હતું કે આ ટ્રસ્ટ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિધાર્થીઓને સ્કૂલ અને કોલેજ ફી, બુક્સ, સ્કૂલ બેગ, નોટબુક, યુનીફોર્મ અને અન્ય આર્થિક મદદ કરી શિક્ષણને વેગ આપે છે. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત કારકિર્દી માર્ગદર્શક ડૉ. ઈમ્તિયાઝ મોદી સાહેબે પોતાના પ્રવચનમાં ટ્રસ્ટના સભ્યોને આવા નેક કાર્યો બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં અને વિધાર્થીઓ માટે અલગ અલગ દ્રષ્ટાંત સાથે પ્રેરક વાતો રજૂ કરી હતી. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પાલેજ પોલીસ સ્ટેશનના પી. આઈ. શ્રી કે. આર. વ્યાસ સાહેબ દ્વારા પણ પ્રેરણસભર ઉદબોધન કરવામાં આવ્યું હતું.

દરિયાઇ મસ્જીદના ખતીબો ઈમામ મૌલાના સાજીદ સાહેબે દુઆઓ ગુજારી હતી. ટ્રસ્ટી યુનુસભાઈ ડુકા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સંસ્થાના સ્થાપક હજરત જમાલુદ્દીન નાગામીયા સાહેબ યુ. એસ. એ. થી આ કાર્યક્રમમાં ઓનલાઈન હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા તેજસ્વી તારલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ટ્રસ્ટના પ્રમુખ સીરાજભાઈ તથા સભ્યો નૂરમોહમ્મદ મલ્લુ, ઈકરામભાઈ કારા, હાફિજ ઉસ્માન બાંગા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ગામની ધોરણ 8 ની વિધાર્થીની માહેરા દ્વારા કરવામાં આવ્યું હતું…
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096