Geo Gujarat News

ઝઘડિયા: ઉંટિયા ગામે દેશી દારૂ અને દારૂ ગાળવાનો વોશ સહિતનો રૂપિયા ૧.૦૪ લાખનો મુદ્દામાલ ઝડપાયો

તાલુકાના ઉંટિયા ગામેથી પોલીસે દેશી દારૂ અને ભઠ્ઠીમાં દારૂ ગાળવાના વોસ અને ફટકડી સહિત કુલ રૂપિયા ૧,૦૪,૩૦૦ ના મુદ્દામાલ સાથે દારૂ ગાળવાના ગુના હેઠળ એક ઇસમને ઝડપી લીધો હતો. આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પી આઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ઉંટિયા ગામનો અલ્પેશભાઇ ઉર્ફે લાલો કાન્તિભાઇ વસાવા ગામના કબ્રસ્તાન નજીક છાપરું બનાવીને  તેમાં દેશી દારૂ ગાળીને તેનું વેચાણ કરે છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા ત્યાં છાપરાની નીચે બે ચુલા બનાવીને એલ્યુમિનિયમના તગારા પીપ અને પાઇપોના ઉપયોગથી ભઠ્ઠી બનાવી હતી, છાપરામાં અને છાપરા બહાર મળીને કુલ ત્રણ ભઠ્ઠી બનાવેલ હતી,પોલીસ તપાસ દરમિયાન નાનામોટા કુલ ૮  જેટલા કાર્બાઓમાં તેમજ ચાર  મીણીયા કોથળાઓમાં રાખેલ  પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલ દેશી દારૂ મળી આવ્યો હતો, તથા છાપરાથી થોડે દુર ઝાડી ઝાંખરમાંથી મળેલ ૪૫ જેટલા બેરલોમાં દારૂ ગાળવાનો વોશ તેમજ બે મીણીયા થેલાઓમાં ભરેલ ફટકડી મળી આવેલ હતી.પોલીસે  દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સ્થળ ઉપરથી મળી આવેલ દેશી દારૂ લીટર ૧૯૦ કિંમત રૂપિયા ૩૮૦૦૦, દારૂ ગાળવાનો વોસ લીટર ૨૨૫૦ કિંમત રૂપિયા ૫૬૨૦૦ , ફટકડી કિલો ૪૫ કિંમત રૂપિયા ૨૨૫૦, ગરમ વોસ લીટર ૩૦૦ કિંમત રૂપિયા ૭૫૦૦ તેમજ એલ્યુમિનિયમના ત્રણ તગારા કિંમત રૂપિયા ૩૦૦ મળી કુલ રૂપિયા ૧૦૪૩૦૦ ના મુદ્દામાલ સાથે અલ્પેશભાઇ કાન્તિભાઇ વસાવા રહે.ગામ ઉંટિયા તા.ઝઘડિયા જિ.ભરૂચનાને ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Saifali Bhatti
Author: Saifali Bhatti

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *