Geo Gujarat News

આમોદ: નગરપાલિકાનુ નાક સમાન ગણાતો વિસ્તાર તિલક મેદાનમાંજ અધધ ગંદકીનું સામ્રાજ્ય જામ્યું!

આમોદ શહેરના તિલક મેદાન વિસ્તાર કે જ્યાં આમોદ તાલુકાના તમામ ગામોની પબ્લિક સતત અવર – જવર કરતી હોય છે. નગર પાલિકાની બાજુમાં આવેલ વેરાઈ માતાના મંદિરની બાજુમાં આવેલ તિલક મેદાનમા ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હોવાથી ત્યાંના આજુબાજુના દુકાનદારો ત્રાસી ગયા હોવાની હકીકત સામે આવી છે. જે અંગેની રજૂઆત નગર પાલિકામાં કરવા છતાંય નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ ગંદકીથી આ વિસ્તારમાં એટલી બધી દુર્ગંધ આવે છે. કે જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો તાકીદે આ ગંદકીને દૂર કરવામાં નહિ આવે તો મોટો રોગચારો ફેલાય તેવી દહેશત સ્થાનિક દુકાનદારોમાં ઉદ્ભવી છે. અતિસય વાસ મારતી ગંદકીના કારણે ત્યાં આવનાર કેટલાક ગ્રામજનો આમોદ નગર પાલિકાની મજાક ઉડાવે છે. કે આના કરતા અમારું ગામ ચોખ્ખું છે.

આજ વિસ્તારમા શૌચાલય પણ આવેલ છે. પરંતુ એ પણ ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી લોકોને અગવડતા પડી રહી છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, કે સરકારની ગ્રાન્ટનો નગર પાલિકા સદઉપયોગ કરશે કે પછી તાકધીન્ના કરશે.?


યાસીન દિવાન, આમોદ 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *