ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશનને તલોદરા ગામના ભરતભાઇ રમણભાઇ પટેલ દ્વારા અરજી મળેલ કે તેઓ ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેમની પાસે ટાટાનો અલ્ટ્રા ટેમ્પો તેમજ બીજો ભારત બેન્જો ટેમ્પો મળીને બે ગાડીઓ છે, જેમાં ટાટાના અલ્ટ્રા ટેમ્પોના ડ્રાઇવર તરીકે રાજેન્દ્ર યાદવ નામનો ઇસમ ડ્રાઇવિંગ કરતો હતો અને તે આજથી ત્રણેક મહિના પહેલા અંક્લેશ્વર ખાતેથી ટેમ્પોમાં માલ ભરીને ચેન્નઇ ખાતે ગયો હતો, ત્યાંથી બીજી અલગઅલગ જગ્યાએ ગયેલ હતો.ત્યારબાદ બારોબાર ગાડી લઇને જોનપુર(યુપી) ખાતે ગયો હતો અને ત્યાથી પરત આવ્યો નહતો, ગાડીના માલિકે ડ્રાઇવરને વારંવાર ફોન કરી ગાડી લઇને આવવા જણાવવા છતાં ડ્રાઇવર આવેલ નહી.ઉપરાંત બીજા ભારત બેન્જો ટેમ્પોના ડ્રાઇવર તરીકે બ્રિજેશ બહાદુરસિંગ નામનો ઇસમ ડ્રાઇવિંગ કરતો હતો, તે ડ્રાઇવર પણ એક મહિના પહેલા માલ ભરીને ચેન્નઇ ગયેલ અને ત્યાંથી તેના ઘરે ગાડી લઇને જતો રહ્યો હતો અને પરત આવ્યો નહતો. ગાડીના માલિકે આ બાબતે પણ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં અરજી આપી હતી. ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડ દ્વારા સદર ગાડીઓના જીપીઆરએસ લોકેશનના આધારે તપાસ કરીને વાપી ખાતે પોલીસ ટીમને મોકલીને ટાટાના અલ્ટ્રા ટેમ્પોને ડ્રાઇવર સહિત ઝઘડિયા ખાતે લઇ આવેલ,અને ત્યારબાદ બીજી ગાડી ભારત બેન્જો ટેમ્પો પણ ગાડીના લોકેશનના આધારે કરજણ ટોલટેક્ષ ખાતેથી લઇ આવીને આ બન્ને ગાડીઓ કુલ કિંમત રૂપિયા એકાવન લાખની ઝઘડિયાના નાયબ પોલીસ વડા અજયકુમાર મીણાના હસ્તે મુળ માલિકને સોંપવામાં આવેલ હતી.
Author: Kadar Khatri
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241