Geo Gujarat News

વડોદરા: વિવિધ વિસ્તારોના 8 મોબાઇલ ટાવરોમાંથી કેબલ ચોરી કરનાર આરોપી ઝડપાયો, આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.

આરોપી અગાઉ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરી અને મારામારીના 12 ગુનામાં પકડાયેલો છે. :- વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઇલ ટાવરોમાંથી કોપરના મોંઘા કેબલોની ચોરીના બનાવો સામે આવતા હતા. જેના કારણે મોબાઇલ નેટવર્કમાં વિક્ષેપ અને ટાવરોને નુકસાન થતું હતું. આ ગુનાઓને રોકવા અને ગુનેગારોને પકડવા માટે પોલીસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન માહિતી મળી કે, અગાઉ કેબલ ચોરીના ગુનામાં પકડાયેલા પરવેજ ગુલામહુસેન દુધવાલા (ઉ.વ. 34, રહે. આઇશા કોમ્પ્લેક્ષ, યાકુતપુરા, વડોદરા) આર્થિક લાભ માટે વડોદરાના વિવિધ વિસ્તારોમાં મોબાઇલ ટાવરોમાંથી કેબલોની ચોરી કરે છે. તાજેતરમાં તેણે ગોરવા ખાતે ગુંજન ટાવર પરથી કોપર કેબલની ચોરી કરી છે.આરોપી પરવેજની પૂછપરછ દરમિયાન તેણે છેલ્લા ચાર મહિનામાં વડોદરાના વિવિધ વિસ્તારોમાં 8 મોબાઇલ ટાવરોમાંથી કેબલ ચોરીની કબૂલાત કરી હતી. આરોપીએ ચોરેલા કેબલોને ભંગારમાં વેચી દીધા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ ખાતેના ગોડાઉનમાંથી 30,000 રૂપિયાની કિંમતના 50 કિલોથી વધુ વજનના કોપરના ટુકડા અને પ્લેટો તેમજ એક મોબાઇલ ફોન કબજે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, પરવેજ અગાઉ વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરી અને મારામારીના 12 ગુનાઓમાં પકડાયેલો છે અને એકવાર PASA હેઠળ જેલમાં પણ રહી ચૂક્યો છે. આરોપી સામે બાપોદ, મકરપુરા અને ગોરવા પોલીસ સ્ટેશનમાં આઠ ગુનાઓ નોંધાયા છે.

આરોપીએ ચોરી કરેલ ટાવરોની માહિતી..

1. ગુંજન બિલ્ડિંગ, ગોરવા

2. પંચવટી, તુલસી કોમ્પ્લેક્ષ

3. તરસાલી, સાંઇનાથ કોમ્પ્લેક્ષ

4. ઉમા ચાર રસ્તા, વિરાજ-2 બિલ્ડિંગ

5. આજવા રોડ, હરસિદ્ધિ ટાવર

6. બાપોદ, મધુરમ ફ્લેટ

7. બાપોદ, શિવમ એપાર્ટમેન્ટ

8. તરસાલી, રુક્ષ્મણી કોમ્પ્લેક્ષ (ઇન્ડસ કંપનીનું ટાવર)

સિકંદર પઠાણ, વડોદરા

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *