Geo Gujarat News

અંકલેશ્વર: ગડખોલ પાટિયા પાસેની શ્રીજી નગર સોસાયટીના એક મકાનમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ શ્રીજી નગર સોસાયટીમાં તસ્કરો એ એક મકાનને નિશાન બનાવી મોબાઈલ અને લેપટોપની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળેલી માહિતી પ્રમાણે અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ શ્રીજી નગરમાં રહેતા પ્રવીણ કુમાર ચૌધરી પોતાનો રૂમ બંધ કરી સુઈ ગયા હતા. દરમ્યાન સવારે ઉઠતા તેમણે મોબાઈલ અને લેપટોપ જોતા તે ગાયબ જણાયા હતા. તેઓએ ઘરમાં શોધખોળ કરવા છતાં મળી આવ્યા ન હતા. તેમણે મોબાઈલ અને લેપટોપની ચોરી થઇ હોવાનું જણાતા તેમણે અંકલેશ્વર બી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ,પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *