થોડા દિવસ પેહેલા બાજુના કેબિનમાં પણ આગ લાગી હતી. :- અંકલેશ્વર-વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝા પાસે મોડી રાત્રે લાકડાની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકોમાં ભયનો માહોલ ઉદ્દભવ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તુરંતજ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે સમયસર ફાયર ફાઇટરએ આગ ઉપર કાબુ મેળવી લેતા આ ખાણી પીણીના કેબિનમાં રહેલ ગેસ સિલિન્ડરના બોટલ કેબિનમાં બ્લાસ્ટ ન થતા આસપાસના લોકોએ રાહતનો દમ લીધો હતો.

કોઈ અસમાજિક તત્વોએ રિસ રાખી આગ લગાવી હોવાનું પ્રાથમિક અનુમાન :- આ ઘટના વિશેષ ચિંતાજનક એટલા માટે છે, કે થોડા દિવસો પહેલાજ આ કેબિનની બાજુમાં આવેલી અન્ય એક કેબિનમાં પણ આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, કે કોઈ અસમાજિક તત્વો દ્વારા જાણી જોઈને કેબિનમાં આગ લગાવવામાં આવી હોઈ શકે છે. આ બંને આગની ઘટનાઓ વચ્ચે આ સંભવિત કડી હોવાની શક્યતા સામે આવી રહી છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com