Geo Gujarat News

સુરત: હાર્ટ એટેકથી 27 વર્ષીય કાપડના વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ થવા પામી

ગુજરાતમાં હાલ નાના બાળકોથી લઈને મોટા લોકોને ગમે ત્યારે હાર્ટ એટેક આવવાની આશંકા રહેતી હોય છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. જેના લીધે હાર્ટ એટેકથી થતા મૃત્યુના કેસોમાં ખૂબ જ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. લોકો શારીરિક પરિશ્રમ કરતા હોય તેમને ઓચિંતો હુમલો આવતા સ્થળ પર જ મોત નિપજે છે. ત્યારે સુરત શહેરમાં હાર્ટ એટેકથી કાપડના વેપારીનું મોત થયું છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરતમાં આવેલી કાપડની દુકાનના વેપારીને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. સુરત શહેરમાં રિંગ રોડ પર પદ્માવતી માર્કેટમાં કાપડની દુકાન આવેલ છે. એ દુકાનમાં 27 વર્ષીય વેપારી મહેશ્વરી મારવાડી બેઠા હતા. તે દરમિયાન તેમને ઓચિંતો હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતા જ 27 વર્ષીય વેપારીનું દુકાનમાં જ મોત નિપજ્યું હતું.જેના લીધે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. 27 વર્ષીય વેપારી મહેશ્વરી મારવાડીને દુકાનમાં જ હ્રદયનો હુમલો આવતા મોત થયું હતું.જેથી તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવાન વેપારીનું હાર્ટ એટેકથી મોત થતા વેપારીઓ અને તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

વેપારીને હાર્ટ એટેક આવ્યો તે સમયે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.તો આવી એક જ ઘટના નથી બની. રાજકોટમાં જ નહાવા જતા 27 વર્ષીય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત થયું હતું.

સુનિલ ગાંજાવાલા, સુરત

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *