Geo Gujarat News

અહો આશ્ચર્યમ : વાગરા કોંગ્રેસ કાર્યાલયમાંથી સાયખા પંચાયતના સરપંચ સહિત સભ્યોના ઉમેદવારી ફોર્મ ગાયબ!, કોંગી આગેવાનોએ પોલીસમાં ફરિયાદ કરી

વાગરામાં ચોકાવનારી ઘટના સામે આવી!! :-  વાગરા નગરમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. સોના, ચાંદી કે રોકડ નહીં પણ વાગરા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સાયખા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર સહિત પાંચ સભ્યોના ઉમેદવારી ફોર્મ ગાયબ થઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.

પ્રમુખ આસિફ પટેલની સુજબૂજથી સમયમર્યાદામાં નવું ઉમેદવારી ફોર્મ સબમિટ કરાયું:- ઘટનાની જાણ થતાંજ તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલે કાર્યકરો તેમજ સરપંચ પદના ઉમેદવાર સાથે પોતાની સુજબૂજ અને સમયસૂચકતા વાપરી તાત્કાલિક વાગરા પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ આપી હતી. તેમજ તાબડતોબ નવું ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી. કોંગ્રેસ કાર્યાલયમાંથી ગાયબ થયેલ ઉમેદવારી ફોર્મની ઘટનાને લઈ પંથકના લોકોમાં કુતુહલ સર્જાયુ છે. તો બીજી તરફ આવુ કૃત્ય કરનારને ઝડપી પાડવા પોલીસે પણ કમર કસી છે.કોંગ્રેસ કાર્યાલયમાંથી ઉમેદવારી ફોર્મ ચોરાયાસાયખા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોના ઉમેદવારી ફોર્મ ગાયબ થતા અંતિમ ઘડીએ નવા ફોર્મ ભર્યાં :- સમગ્ર બનાવ અંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ (ખોજબલ) નાઓએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું, કે આજે સવારે 10 કલાકે મને જાણ થઈ હતી, કે વાગરા સ્થિત મારા વાગરા કાર્યાલયમાંથી સાયખા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર દિનેશ ભાઈ રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અને તે ફોર્મ કાર્યાલયમાં મૂકેલું હતું. જે ઉમેદવારી ફોર્મની ચોરી થઈ છે. જેની જાણ થતાંજ હું અને સાથી કાર્યકરો તાબડતોબ કોંગ્રેસ કાર્યાલય ખાતે દોડી ગયા હતા. જ્યાં જાણવા મળ્યું હતું, કે ટેબલના દ્રોવરમાં મુકેલ ઉમેદારી ફોર્મ જણાઈ આવ્યા ન હતા. ઓફિસમાં શોધખોળ કરવા છતાંય તે નહીં મળી આવતા ફોર્મ ત્યાંથી ગાયબ થયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી મેં સાયખા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર દિનેશ ભાઈ રાઠોડ તેમજ મારા સાથી કાર્યકરો સાથે વાગરા પોલીસ મથકે જઇ ફરિયાદ આપી છે. પોલીસે સ્થળ તપાસ કરી જરૂરી કાર્યવાહી આરંભી હતી.ઉમેદવારી ફોર્મ ગાયબ કરવું એ લોકશાહીનું હનન : આસિફ પટેલ:- તદુપરાંત આજે 9 તારીખે 11 થી 3 કલાક દરમિયાન ફોર્મ જમા કરવાનું હોય, જેથી સમયનો ખોટો વ્યય ન કરી તાત્કાલિક મેં નવું ફોર્મ કલેક્ટ કરી ઉમેદવારી ફોર્મ ભરાવી સબમિટ કરાવ્યું છે. આ વેળાએ પ્રમુખ આસિફ પટેલ (ખોજબલ) સાથે કોંગી આગેવાન સુલેમાન પટેલ (જોલવા), સુરેશ ભાઈ (કડોદરા), અસ્લમ રાજ (વાગરા), જાબિર મુન્શી (વાગરા), રઘુવીરસિંહ (વછનાદ), સકીલ (ઓરા), મુકેન્દ્રસિંહ રાજ (અટાલી), ફિરોજ (ઓરા), અક્ષયસિંહ (વછનાદ) તેમજ સાયખા ગ્રામપંચાયતના સરપંચ પદના ઉમેદવાર દિનેશ ભાઈ રાઠોડ સાથે પાંચ સભ્યો સહિત વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને આવું કૃત્ય કરનાર તત્વોને ઝડપી તેના સામે કડક કાર્યવાહીની પોલીસ સમક્ષ માંગ કરી હતી.પ્રમુખ આસિફ પટેલે સુજબૂજ વાપરી અંતિમ ઘડીએ નવા ફોર્મ ભર્યાં:- વધુમાં પ્રમુખ આસિફ પટેલે જણાવ્યું હતું, કે વાગરા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. અને આ લોકશાહીનો પર્વ છે. જેમાં અમોએ સાયખા પંચાયતના સરપંચના ઉમેદવાર તેમજ પાંચ સભ્યોની દાવેદારી નોંધાવી હતી. અને પાછલા ૪ દિવસથી અમે સતત મહેનત કરી ઉમેદવારોના ફોર્મ ભરી ઓફિસમાં મુકેલ હતા. પરંતુ કોંગ્રેસ કાર્યાલયમાંથી કોઈએ આ ફોર્મની ઉઠાંતરી કરવાનું કૃત્ય કર્યું છે. તે ખરેખર લોકશાહીનું હનન છે. લોકશાહીના આ પર્વમાં હાર અને જીત સિક્કાની બે બાજુ હોઈ છે. આ લડાઈમાં મતદારોના દિલ જીતીને ચૂંટણી લડવાની હોઈ છે. અને પરિણામ જે પણ આવે તેનો સ્વીકાર કરવાનો હોઈ છે. આ કૃત્યમાં અમે સામેના કોઈ હરીફ ઉમેદવારનું નામ લેવા માંગતા નથી પરંતુ સામેના હરીફ ઉમેદવાર ડરી ગયા હોય અને હાર માની ગયા હોય તેમ લાગી રહ્યું છે.ઘટના અંગે વાગરા પોલીસ તપાસ કરી રહી છે :- પરંતુ આવા કૃત્ય કરવાથી અમને કોઈ ફરક પડવાનો નથી. અમે ફરીથી નવા ફોર્મ લઈ તેની પ્રોસેસ કરી 11 થી 3 ના સમયગાળામાં અમે ફોર્મ સબમિટ કરી દીધા છે. અને અમે રાબેતા મુજબ લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવાના છે. અને કોંગ્રેસ કાર્યાલયમાંથી ગાયબ થયેલા ફોર્મ અંગે અમે પોલીસમાં ફરિયાદ આપી છે. અને વાગરા પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે. અને કસુરવારો સામે કાર્યવાહી પણ થશે તેમ આસિફ પટેલે જણાવ્યું હતું.

સાયખા GIDC ની મલાઈ ખાવા સરપંચના પદ માટે તનતોડ મહેનત:- અત્રે ઉલ્લેખનીય છે કે સાયખાં ગ્રામ પંચાયતની હદમાં અનેકો ઉદ્યોગો આકાર લઈ રહ્યા છે. જેથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતવા માટે સૌ એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ઉદ્યોગ નગરીની મલાઈદાર પંચાયતને હસ્તક કરવા સૌ મીટ માંડીને બેઠા છે. ત્યારે કોઇક હરીફ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યુ હશેની લોક ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યુ છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *