Geo Gujarat News

અંકલેશ્વર: સંજાલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સફકટ ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભરાયા, જીતનો આશાવાદ વ્યક્ત કરાયો

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફકટ ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં સંજાલી ગામ ખાતે સરપંચના ઉમેદવાર તરીકે અતિકા સફાકત ભૈયાતે ઉમેદવારી કરી હતી. ગામમાં વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે પરિવર્તનનો હુંકાર સાથે વિશાલ રેલી યોજી ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવી હતી.ગામના વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે પરિવર્તન પેનલનો હુંકાર સાથે વિશાલ રેલી યોજી દાવેદારી નોંધાવી:- અંકલેશ્વર ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખે સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફકટ ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં સરપંચ તરીકે અતિકા સફકટ ભૈયાતે ઉમેદવારી નોંધાવી હતી. અને પેનલના 10 સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં પરિવર્તન પેનલના ઉમેદવારો દ્વારા સંજાલી ગામમાં રેલી સ્વરૂપે બાઇક અને 50 થી વધુ કારના કાફલા સાથે રેલી સ્વરૂપે તાલુકા પંચાયત ખાતે પોતાના સમર્થકો સાથે સફકટ ભૈયાતની પરિવર્તન પેનલે દાવેદારી નોંધાવી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આવનારા દિવસોમાં ગામના તમામ પ્રશ્નો જેમકે આરોગ્ય, એજ્યુકેશન, ગંદકી, પ્રદૂષણ વિગેરે જેવા મુખ્ય પ્રશ્નો તેમજ ગામના જે પણ નાના-મોટા પ્રશ્નો હશે તેનું ચોક્કસ નિરાકરણ લાવવાની ગેરંટી આપી હતી. અને સફકટ ભૈયાત તેમજ પરિવર્તન પેનલમાં વોર્ડ નં 1 માં ભૈયાત સાહેલા આબિડ, વોર્ડ નં 2માં પુષ્પાબેન રાજેશભાઇ પટેલ, વોર્ડ નં 3માં હિતેશભાઈ પટેલ, વોર્ડ નં 4માં પરમાર જીતેન્દ્રકુમાર, વોર્ડ નં 5માં સફકટ ભૈયાત ,વોર્ડ નં 6માં વસાવા પ્રકાશભાઈ ગોમાનભાઈ, વોર્ડ નં 7માં વસાવા અંજના મહેન્દ્ર, વોર્ડ નં 8માં પિંકલ અલ્પેશ પટેલ, વોર્ડ નં 9માં વસાવા હંસાબેન તેમજ વોર્ડ નં10માં દરસોત ઇસ્માઇલ ઇકબાલએ ઉમેદવારી નોંધાવી હતી. આ વેળાએ સરપંચ પદના ઉમેદવાર સફકટ ભૈયાતએ જંગી બહુમતીથી જીતની આશા વ્યક્ત કરી તમામ ગ્રામજનોનો આભાર માન્યો હતો.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *