Geo Gujarat News

ભરૂચ: જિલ્લામાં ૨૧૩ પંચાયતમાં આગામી ૨૨મી જૂને ચૂંટણી યોજાશે, સરપંચ તેમજ સભ્ય પદ માટે ૧૪૧૪ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા..

ભરૂચ જિલ્લામાં આગામી ૨૨ મી જૂનના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણી ૨૦૨૫ નુ મતદાન યોજાનાર છે. ત્યારે ગતરોજ ૯ મી જૂને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લો દિવસ હોય લોકો મોટી સંખ્યા તાલુકા મથકો પર ઉમેદવારી પત્ર ભરવા માટે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લાની તાલુકા મુજબ પંચાયતની વાત કરવામાં તો ૬૮ ગ્રામ પંચાયતની ટર્મ પૂરી થઈ હતી જ્યારે ૧૪૫ પંચાયતમાં પેટા ચૂંટણીઓ યોજાનાર છે. આ અંગે તાલુકા મુજબ વધુ વિગતો જોઈએ તો જંબુસરમાં ૦૧ પંચાયતમાં ૦૫ સરપંચ અને ૨૩ સભ્યોએ દાવેદારી નોંધાવી છે.ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની તાલુકાવાર આંકડાકીય માહિતી જોઈએ તો આમોદ તાલુકાની ૦૭ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૧૫ સરપંચ અને ૭૬ સભ્યો નોંધાયા છે. જ્યારે વાગરા તાલુકામા ૦૫ પંચાયતની ચૂંટણીમાં ૦૯ સરપંચ અને ૫૯ સભ્યોએ ફોર્મ ભર્યું છે. ભરૂચમાં ૧૫ ચૂંટણીઓમાં ૪૨ સરપંચ અને ૨૭૨ સભ્યોએ ફોર્મ ભર્યા છે. અંકલેશ્વરમાં ૧૬ ચૂંટણીઓમાં ૪૬ સરપંચ અને ૩૦૮ સભ્યોએ ઉમેદવારી કરી છે. હાંસોટમાં ૧૦ ચૂંટણીઓમાં ૧૮ સરપંચ અને ૯૫ સભ્યો નોંધાયા છે. ઝઘડીયામા ૦૬ ચુંટણીમાં ૨૯ સરપંચ અને ૯૫ સભ્યોએ ફોર્મ ભર્યા છે. વાલીયામા ૦૩ ચૂંટણીઓમાં ૧૨ સરપંચ અને ૪૫ સભ્યોએ ફોર્મ ભર્યા છે અને નેત્રંગમાં ૦૫ પંચાયતની ચૂંટણીમાં ૧૬ સરપંચ અને ૮૨ સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે. આમ કૂલ મળીને ભરૂચ જિલ્લાના કુલ નવ તાલુકામાં ૧૯૨ સરપંચ અને ૧૦૫૫ સભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી છે.જ્યારે પેટા ચૂંટણીઓની સરપંચ અને સભ્યોની વાત કરીએ તો જંબુસરમાં ૨૮ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ૦૬ સરપંચ અને ૨૭ સભ્યો નોંધાયા છે. આમોદમાં ૧૪ પંચાયતની ચૂંટણીમાં ૦૩ સરપંચ અને ૧૧ સભ્ય નોંધાયા છે, વાગરામા ૦૯ પંચાયતની ચૂંટણીમાં ૦૧ સરપંચ અને ૧૦ સભ્યો, ભરૂચમાં ૨૪ પંચાયતની ચૂંટણીઓમાં ૧૪ સરપંચ અને ૩૩ સભ્યો, અંકલેશ્વરમા ૧૧ ચૂંટણીઓમાં ૦૫ સરપંચ અને ૧૦ સભ્યો,હાંસોટમાં ૧૭ પંચાયતમાં ૦૫ સરપંચ અને ૧૦ સભ્યો,ઝઘડિયામાં ૨૪ ચૂંટણીઓમાં ૧૭ સભ્યો, વાલિયામાં ૦૯ ચૂંટણીઓમાં ૧૦ સભ્યો અને નેત્રંગમાં ૦૯ ચૂંટણીઓમાં ૦૫ સભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આમ પેટા ચૂંટણીઓ માં ૩૪ સરપંચ અને ૧૩૩ સભ્યો નોંધાયા છે. જોકે ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેદાનમાં કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે તે ચિત્ર સ્પષ્ટ થશે.ઉલ્લેખનીય છે, કે વાગરા તાલુકાની સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દિનેશ રાઠોડ નામના સરપંચ પદના ઉમેદવાર સહિત તેઓના ૦૫ સભ્યોના ઉમેદવારી ફોર્મ વાગરા સ્થિત કોંગ્રેસના કાર્યાલય ખાતેથી ગાયબ થઈ જવા પામ્યા હતા. જોકે કોંગ્રેસના તાલુકા પ્રમુખ આસિફ પટેલની સુજબૂજથી તાત્કાલિક નવા ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી. હવે જોવું એ રહ્યું કે પંચાયતનો તાજ કોના સિરે રહે છે. કોણ બાજી મારે છે. તેતો ચૂંટણીના પરિણામ બાદજ જાણવા મળશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *