ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકના ડભાલ ગામે પોલીસ દ્વારા ચુંટણીને અનુલક્ષીને કુચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણા અને ઉમલ્લા પીઆઇ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કુચમાં ઉમલ્લા પોલીસ સ્ટાફ જોડાયો હતો. ગ્રામજનોએ કુતુહલ પૂર્વક પોલીસની કુચ નિહાળી હતી.
નાયબ પોલીસ વડાની ઉપસ્થિતિમાં યોજાયેલ કુચ દરમિયાન લોકોને ચુંટણી સંબંધે માર્ગદર્શન તેમજ સાયબર ક્રાઇમ જાગૃતિ બાબતે સમજ અપાઈ:- આ પ્રસંગે ગ્રામજનોને ચુંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચુંટણી નિર્ભય રીતે તટસ્થ અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે નાગરીકોએ તંત્રને પુરો સહયોગ આપવો જોઇએ તેમ જણાવીને નિર્ભય રીતે સહુએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો એમ જણાવાયું હતું,તેમજ લોકોએ સાયબર ક્રાઇમનો ભોગ બનતા કેવી રીતે બચવું અને કોઇવાર કોઇ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બને તો તેને માટે શું કરવું તેની વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com