Geo Gujarat News

અમરેલી: પર્યાવરણને લઈને ધોળકિયા પરિવારે વૃક્ષારોપણ માટે એક કરોડના ફંડની જાહેરાત કરી : પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાનું વૃક્ષારોપણ મહાઅભિયાન

સવજીભાઈ ધોળકિયાએ જણાવ્યું કે હરિકૃષ્ણ એક્સપોર્ટના કર્મચારીઓ કારીગરો વૃક્ષારોપણ કરીને પૈસા મેળવી શકશે એક વૃક્ષ વાવેતર કર્યા બાદ તેઓને ધોળકિયા ફાઉન્ડેશનમાંથી 1000 રૂપિયા આપવામાં આવશે આ વર્ષે દરેક કર્મચારી અને કારીગર 100 વૃક્ષનું વાવેતર કરશે અને એક લાખ રૂપિયા ધોળકિયા ફાઉન્ડેશન આપશે.

હરિકૃષ્ણ એક્સપોર્ટ ગુજરાતને બનાવવા માટે અનોખો પ્રયાસ કરી રહ્યું છે ગુજરાતને હરિયાળુ બનાવવા માટે અમરેલી જિલ્લામાં તેમજ સુરત શહેરની અંદર વૃક્ષારોપણના કાર્યક્રમો અનેક કરવામાં આવ્યા છે સાથે જ પોતાના દ્વારા જળસંચયના કાર્યો કરવામાં આવી રહ્યા છે હરિકૃષ્ણ એક્સપોર્ટ ગુજરાતને હરિયાળું બનાવવા માટે પ્રયાસ કરે છે ભારત વિશ્વનો સૌથી હરિયાળો પ્રદેશ બનશે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સવજીભાઈ ધોળકિયાએ વધુમાં જણાવ્યું કે તેઓ સિક્યુમ રાજ્યની મુલાકાતે ગયા હતા ત્યાંની સરકાર બાળકના જન્મ પર વૃક્ષારોપણ કરાવવા બદલ ફંડ આપે છે ત્યાંથી મને આપ પ્રેરણા મળી હતી પોતાની જેમ અન્ય કંપનીઓ પણ આવી પ્રેરણા લઈ અને વૃક્ષારોપણ કરે તો ભારત હરિયાળો પ્રદેશ બની શકે છે આ વર્ષે પોતાની કંપની તથા કારીગરો મળીને બે લાખ વૃક્ષોનું વાવેતર કરશે અને પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવવાનો પ્રયાસ કરશે.

સવજીભાઈ ધોળકિયા દુધાળા વિસ્તારની અંદર જળસંતરીના સૌથી મોટા અને વિકાસના કાર્યો કર્યા છે પાણી ટકી રહે પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે અનેક ચેક ડેમો અને અનેક તળાવો બનાવ્યા છે સાથે જ હવે પોતે વૃક્ષારોપણ માટે આગળ આવી રહ્યા છે વૃક્ષારોપણ કરી અને હરિયાળો પ્રદેશ બનાવવા માટે પોતાના ફંડ માંથી 10 કરોડ ફાળવી અને હરિયાળો પ્રદેશ બનાવશે.

અભિષેક, અમરેલી

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *