Geo Gujarat News

ભરૂચ: જિલ્લાના ચૂંટણી નિરીક્ષક તરીકે નિયુક્ત અધિકારીશ્રી એન.એન.માધુએ ચૂંટણીની કામગીરી બાબતે ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજ્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી  માટે ચૂંટણી નિરીક્ષક તરીકે  ખાસ ફરજ પરના અધિકારીશ્રી, એન.એન.માધુ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરીટી કેવડીયા- નર્મદા, અધિક કલેક્ટરને નિયુક્ત કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણી લક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીશ્રીઓ સાથે ચૂંટણી નિરીક્ષકશ્રીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણી નિરીક્ષકએ ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠકો કરી ચૂંટણી કામગીરીની સમીક્ષા કરી:-  ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સૂચના આપી હતી. આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી, જિલ્લા અધિકારીઓને સૂક્ષ્મ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજ્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી -૨૦૨૫:- ચૂંટણી નિરીક્ષકશ્રીએ ચૂંટણી ફરજ ઉપર નિયુક્ત કરાયેલા નોડલ ઓફિસરો સહિત ઝોનલ ઓફિસરો, અને પોલીંગ સ્ટાફને ખૂબ જ સંવેદનશીલતા સાથે જરૂરી તાલીમ અંગે, સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની યાદી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ તેની ચકાસણી કરવા જેવી બાબતોને ધ્યાને લઈ ઝીરો ટોલરન્સ સાથે ચૂંટણીલક્ષી કામગીરી અદા કરવાની હિમાયત કરી હતી. ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠકો કરી ચુંટણી કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં જિલ્લાના સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અંગેની જાણકારી મેળવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *