Geo Gujarat News

ભરૂચના શક્તિનાથ મંદિર સ્થિત સત્સંગ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 વર્ષના કાર્યકાળની સિદ્ધિઓનું પ્રદર્શન યોજાયું.

ભરૂચ,

    ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ મંદિર સ્થિત સત્સંગ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 વર્ષના કાર્યકાળની સિદ્ધિઓનું પ્રદર્શન યોજાયું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન અમલમાં આવેલી વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોની માહિતી આપવામાં આવી હતી.

આ પ્રદર્શનમાં આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઈન્ડિયા, આયુષ્માન ભારત અને સ્વચ્છ ભારત અભિયાન જેવી મહત્વની યોજનાઓની વિગતો દર્શાવવામાં આવી હતી. સાથે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સફળતાઓને પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

   આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સાંસદ મનસુખ વસાવા, મહામંત્રી નિરલ પટેલ અને નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત પક્ષના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશે પ્રગતિના નવા શિખરો સર કર્યા છે. તેમણે ભરૂચની જનતાને આ પ્રદર્શનની મુલાકાત લેવા અનુરોધ કર્યો છે.  

KETAN MEHTA
Author: KETAN MEHTA

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *