Geo Gujarat News

અંકલેશ્વર: ફાર્મા કંપનીમાં 1.65 કરોડની છેતરપિંડી, પોલીસે મુંબઈથી મુખ્ય આરોપી જીતેન્દ્ર ચૌરસિયાની ધરપકડ કરી

અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ લાઈફ સાઈન્સ પ્રા.લી. સાથે થયેલી છેતરપિંડીના કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. મુંબઈથી પકડાયેલા આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ટીકારામ નારાયણ ચૌરસિયાએ અન્ય ત્રણ કંપનીઓ સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું. સુયોગ લાઈફ સાઈન્સે મુંબઈની ચાર કંપનીઓને બલ્ક ડ્રગ્સનો માલ સપ્લાય કર્યો હતો. આ માલની કુલ કિંમત રૂ. 1.72 કરોડ 48 હજાર 375 હતી. કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક આપ્યા હતા. જો કે, નિયત સમયે તેમના એકાઉન્ટમાં પૂરતી રકમ ન હોવાથી પેમેન્ટ થઈ શક્યું નહોતું. આ મામલે સુયોગ લાઈફ સાઈન્સે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ચારેય કંપનીઓના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ચૌરસિયાને મુંબઈથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *