Geo Gujarat News

અંકલેશ્વર: પોલીસ ચોકી નજીકમાં જ આવેલ મોબાઈલ શોપનું પતરૂ તોડીને દુકાનમાં ચોરીને અંજામ આપીને ચોર ફરાર થઇ ગયા!

અંકલેશ્વર શહેર વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે અને પોલીસ ચોકી નજીકમાં જ આવેલ ભવાની મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી.રાત્રી દરમિયાન દુકાનના છતનું પતરૂ તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા,અને ચોરીને અંજામ આપીને ફરાર થઇ ગયા હતા.આ ઘટના અંગેની જાણ દુકાન માલિક પ્રભુરામ દ્વારા શહેર A ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

અને A ડિવિઝન પોલીસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાય હતી. આ ઉપરાંત પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા માટે ડોગ સ્કવોર્ડની પણ મદદ લીધી હતી.શહેર A ડિવિઝન પોલીસે જુદી જુદી કંપનીના 12 નંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 66,587ના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *