Geo Gujarat News

અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર ભરેલું પ્લેન ક્રેશ થવાની ઘટના અત્યંત દુઃખદ! સાંસદ મનસુખ વસાવા.

અમદાવાદ માટે ગુરૂવાર કાળ બનીને આવ્યો હતો. લંડન જતું એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ટેક ઓફ થયાની 2 મિનિટ બાદ જ ક્રેશ થઇને રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું. જેના કારણે ચારેતરફ ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકોના કરૂણ મોત નિપજ્યા હોવાની શક્યતા છે.મૃતદેહો એ હાલતમાં બળી ગયા છે કે તેની ઓળખ થવી પણ મુશ્કેલ છે.જેને લઇ ભરૂચના સંસદ મનસુખ વસાવા પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી તેઓએ આ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જણાવ્યું હતું કે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર ભરેલું પ્લેન ક્રેશ થવાની ઘટના અત્યંત દુઃખદ અને વ્યથિત કરનારી છે. આ જે ઘટના બની છે તેમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.આ ઘટનામાં ઈજાગ્રસ્તોને ત્વરિત સ્વાસ્થ્ય લાભ પ્રદાન થાય તેવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું! એમ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી દુઃખ કર્યું હતું.

Kadar Khatri
Author: Kadar Khatri

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *