વાગરાના વસ્તી ખંડાલી ગામે સ્મશાનની પાછળ આવેલ બાવળની ઝાડીઓમાં ચાલતા જુગારધામ પર વાગરા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં ૪૦ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ૭ ખેલીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરા પી.આઇ એસ.ડી ફુલતરિયાનાઓના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફને વસ્તી ખંડાલી ગામે ચાલી રહેલા જુગારધામ અંગે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ ત્વરિત એક્શન મોડમાં આવી હતી. પોલીસે તાલુકાના વસ્તી ખંડાલી ગામે સ્મશાનની પાછળના ભાગે આવેલ બાવળની ઝાડીઓમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમી રહેલા ખેલીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી અંગ ઝડતીના રોકડ રૂપિયા ૧૧,૯૫૦, દાવ ઉપરના રોકડા ૧૨૫૦ અને ૨૭,૦૦૦ ની કિંમતના ૬ મોબાઈલ ફોન મળી કુલ ૪૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં વસ્તી ખંડાલી ગામના સોકત રહીમ ખીલજી, બશીર ઈબ્રાહીમ મન્સુરી, શાહબુદ્દીન દાઉદ ભટ્ટી, લક્ષ્મણ ચંદુ રાઠોડ, ઘનશ્યામ રણજિત રાઠોડ, વિજય નગીન રાઠોડ, દિનેશ છગન રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com