બનાવની વિગત એવી છે કે વર્ષ 1996માં ધોરાજી ભાદર ઇરીગેશન આધુનિકીકરણ કોલોની બગીચા પાસે કાર્યરત હતી. જેના ક્વોટર નંબર 4 એમાં આર એમ કાનાબાર રહેતા હતા, વોટર નંબર 5 એ માં ગિરધરભાઈ સી કોઠીયા રહેતા હતા અને ક્વોટર નંબર 6 એ માં રાજેશકુમાર હરકિશન દેવમુરારી તેમના પત્ની અનિતા ઉર્ફે અરુણા અને બાળકો સાથે રહેતા હતા. બધા કર્મચારીઓના બાળકો સમાન ઉંમર જેવા હોય તેમના વચ્ચે ઝઘડા થતા તે સ્વાભાવિક છે. આ ઝઘડા નો ખાર રાખી અને અનિતા ઉર્ફે અરુણાએ તારીખ 5 8 1996 ના ગિરધરભાઈ કોઠીયાના દિકરા જલદીપ ગિરધરભાઈ કોઠીયા ને પોતાના ઘરમાં બોલાવી અને ગળાચિપ દઈ મારી નાખેલ, પરાકાષ્ઠા એટલી વધારે ગણી શકાય કે પછી કદાચ જીવતો રહી નથી ગયો તેમ માની અને આ જલદીપને રસોડામાં લઈ જઈ અને દસ્તાથી તેનું માથું છુંંડી નાખેલ. પછી આ શબને પોતે એક સૂટકેસમાં ભરી લીધો. સાંજે સાતેક વાગ્યે જ્યારે રાજેશભાઈ દેવમુરારી ઘરે આવ્યા ત્યારે તેમને થોડી લોહી જેવી વાસ આવેલી એટલે તરત જ પોતાના પત્ની અરુણા ઉર્ફે અનિતાને પૂછેલું કે કંઈક જુદી વાત ઘરમાંથી આવે છે. તો તેમણે કહેલ કે મેં જલદીપ નું ખૂન કરી નાખેલ છે તમે ઝડપથી અગરબત્તી લઈ આવો. સમય સૂચકતા વાપરી અને પોતાના પત્ની ઉપર કાળ સવાર થઈ ગયો છે તે હકીકત સમજી રાજેશભાઈ તરત જ ઘરમાંથી બાળકો માટે નાસ્તો અને અગરબત્તી લેવાનું કહી અને જેતપુર પોતાના સાસરે જતા રહેલા. સમાંતર ધોરણે જલદીપ મળી રહ્યો ન હતો, તેથી તેના પિતા ગિરધરભાઈ સાથી કર્મચારી રાજુભાઈ કાનાબાર અને અન્ય લોકો તેની શોધખોળમાં લાગી ગયા હતા, અને ધોરાજી પોલીસ સ્ટેશન જઈ રાત્રે 8:30 વાગ્યે ગુમશુદા ફરિયાદ પણ લખાવેલી હતી.

તે દરમિયાન અનિતા ઉર્ફે અરુણાએ મોકો જોઈ અને જલદીપના શબને પોતાના ક્વાર્ટર ની પાછળ ની બાજુએ સરકાવી દીધેલ, ગુનેગાર ગમે તેટલા હોશિયાર હોય અને ગમે તેટલો પ્રયત્ન કરે પરંતુ કહેવત છે કે સત્ય છાપરે ચડીને પોકારે. બસ આ જ રીતે જે સબ સરકાવી રહ્યા હતા તે નીચેના ક્વોટરમાં રહેતા કાનજીભાઈ કોયાણી જોઈ ગયેલા, અને તેમણે નજીક જઈને જોયું તો આ સબ જલદીપનું હતું અને તેના શરીર ઉપર પ્રાણ ઘાતક ઇજાઓ હતી, આથી તેઓ ડખાઈ ગયા અને તરત જ પરત આવી પોતાના પત્નીને આ વાત કરી, બહાર નીકળી અને ગિરધરભાઈ તથા અન્ય લોકો જે શોધખોળ કરી રહ્યા હતા તેમને વાત કરી. તાત્કાલિક પોલીસ સ્ટેશન જાણ થઈ તત્કાલીન પોલીસ અધિકારી નટવરલાલ પુરુષોત્તમભાઈ પરમાર એ ગણતરીની મિનિટોમાં હાજર થઈ અને સબ પરીક્ષણ માટે ઇન્કવેસ્ટ પંચનામું કરેલું. અને તરત જ આશબને પરીક્ષણ માટે ધોરાજી સરકારી દવાખાને મોકલી દેવામાં આવેલ.

ધોરાજી સરકારી દવાખાને આ શબનું પરીક્ષણ ડોક્ટર પરેશાબેન બાલુભાઈ પટેલે કરેલું અને જલદીપના શરીર ઉપર દસ્તા જેવા આશરે 10 થી વધારે ગામ માથા અને ગળાના ભાગે થયેલ હોવાનું તેમણે નોંધી અને જલ્દીપ નું મૃત્યુ ગળાચિપ આપીએ અને માથામાં થયેલી હેમ્રેઝિક એન્જરીથી થયેલ હોવાનું અભિપ્રાય આપેલો. આ દરમિયાન પોલીસે અરુણા ઉર્ફે અનિતા રાજેશ દેવમુરારીની ધરપકડ કરી લીધેલી હતી. આ અરુણાબેન ને ખૂન કરતી વખતે પહેરેલું જાંબલી કલર નું ગાઉન ધોઈ નાખેલું હતું. પરંતુ પોલીસ એ તેમના કપડા, પાટલા (હાથમાં પહેરવાના), આંગળીઓના નખ અટક પંચનામાની વિગતથી પોલીસે કબજે કરેલા હતા. ત્યારબાદ એફએસએલ અધિકારી ગામેતીની હાજરીમાં ઘરમાં તપાસ કરતા મરણ જનારના ચપ્પલ, તથા ઘરના રાચ રસીલા અને ફર્નિચર માંથી લોહીના અવશેષ મળેલા હતા. જે પણ પોલીસે કબજે કરેલા હતા. બાદમાં આ તમામ નમૂનાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ અને આરોપી અનિતાના કપડાથી લઈને આરોપી અરુણા ઉર્ફે અનિતાના ઘરમાંથી કબજે લેવાયેલ વસ્તુઓમાંથી પણ મરણ જનાર જલદીપ ગિરધરભાઈ કોઠીયાનું લોહી હોવાના અવશેષો મળેલા.

ત્યારબાદ આરોપી તરફથી જામીન ઉપર છુટવા માટે પોતે માનસિક સ્વસ્થ નથી તેઓ બચાવ લીધેલ પરંતુ તત્કાલીન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરફથી તે બચાવ પણ ખારીજ કરવામાં આવેલ. અને આરોપી સામે ભાગેલું જાહેર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી. ત્યારબાદ સમગ્ર પુરાવો નોંધાયેલ અને કુલ 17 લોકો જુબાની થયેલી હતી. આ જુબાની બાદ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મનોજભાઈ પારેખ એ દલીલો કરેલી હતી કે, આરોપી સામે સંયોગીક પુરાવો નક્કર છે, અને પુરાવાની કડી પણ મળી રહી છે. આરોપીનું પોતાના પતિ સમક્ષ એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન છે, કે તેમણે જલદીપ નું ખૂન કરેલું છે અને આ એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનમાં મોટીવ પણ જણાવેલો છે. મરણ જનારનું લોહી ગુન્હો નોંધાયાના ગણતરીના કલાકમાં જ્યારે આરોપીની અટક થઈ ત્યારે તેમના નખ અને ચણીયા માંથી મળેલું છે. તથા આરોપીએ પહેરેલ હાથના પાટલા માંથી પણ મળેલું છે. તે સિવાય આરોપીના કબજા અને હવાલા વાળા ક્વાર્ટર માંથી પણ મરણ જનારનું લોહી મળેલું છે. હા તમામ સંજોગોને ધ્યાને લેવામાં આવે તો આરોપી સામેનો ગુનો નિશંક પણે પુરવાર થાય છે. અને સર્વોચ્ચ અદાલતના ચુકાદા રજૂ કરી આરોપીને તકસીરવાન ઠરાવવા માંગણી કરેલી હતી.

આરોપી સામે પુરાવો રજૂ થયેલો હતો તે તથા રજૂ થયેલા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ, એફએસએલ અધિકારીની અહેવાલ અને કાયદાની જોગવાઈ ને ધ્યાને લઈ ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહીબુલના શેખ સાહેબે, આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશ દેવમુરારીએ સા અપરાધ મનુષ્યવધ કરેલ હોવાનું માની અને આજીવન કેદની સજા ફટકારેલી છે.
સકલૈન ગરાણા, ધોરાજી
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com