Geo Gujarat News

અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ ગ્રામ પંચાયતમાં સમરસ પધ્ધતિથી સરપંચની પસંદગી કરાઈ

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામમાં ચૂંટણી પહેલા જ ગ્રામજનોની સર્વાનુમતિથી સમરસ મતદાની પધ્ધતિ અમલમાં લેવાઈ છે. ગામના નવનિયુક્ત સરપંચ પંકજ ભગુભાઈ પટેલ તથા ડેપ્યુટી સરપંચ દિપક પ્રવીણભાઈ પટેલે સમરસ પસંદગી બદલ સમગ્ર ગ્રામજનોનો દિલથી આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, “સર્વસભ્યોની સ્વૈચ્છિક સહમતિ આપી ગામના લોકોની એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. અમે ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. વર્ષોથી જે કામો અટવાયેલા છે. ખાસ કરીને ગામના નામે વિશિષ્ટ ઓળખ મેળવવાનું ગામજનોનું સ્વપ્ન તેને પૂરું કરવા માટે અમે અમારી ટીમ સાથે સંપૂર્ણ પ્રયત્ન કરીશુ.”સરપંચ પંકજ પટેલે વિશેષ ઉલ્લેખ કર્યો હતો કે વિકાસના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કામ કરાશે અને ગ્રામજનોની અહમ ભૂમિકા એ માર્ગદર્શનરૂપ રહેશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *