વિદેશી દારૂની 117 નંગ બોટલ મળી કુલ 45 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો: અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો આકાશ ગીરી પોતાના ઘરે વિદેશી દારૂ સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 117 નંગ બોટલ મળી કુલ 45 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને આકાશગીરી પ્રમોદ ગીરીને ઝડપી પાડ્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com