Geo Gujarat News

ભરૂચ: છેલ્લા પાંચ વર્ષથી બળાત્કાર અને પોક્સોના ગંભીર ગુનાના નાસતા ફરતા આરોપીને પોલીસે દબોચી લીધો

નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ, ભરૂચ ડૉ.અનિલ સિસારાનાઓના માર્ગદર્શન હેઠળ તથા એ.વી.પાણમીયા પોલીસ ઈન્સ્પેકટર ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનનાઓની સુચનાના આધારે ભરૂચ નામદાર સ્પે.પોક્સો અને ત્રીજા એડીશનલ સેશન્સ કોર્ટ દ્રારા સેસન્સ કેસના કામના આરોપી રાકેશભાઈ રતનસંગ મકવાણાનાઓનું પકડ વોરંટની બજવણી કરવા માટે ભરૂચ પો.સ્ટે.ખાતે મળેલ હોય અને સદર આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હોય જે બાબતે પકડ વોરંટ મળતા આ કામે સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઈન્સ. બી.એસ.શેલાણા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે તપાસ કરતા આ કામે પકડ વોરંટનો આરોપી રાકેશભાઈ રતનસંગભાઈ મકવાણા ભાવનગર જીલ્લાના બગદાણા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં હોવાની માહીતી મળેલ.


જે આધારે બગદાણા ખાતે એક ટીમ રવાના કરી ત્યાં તપાસ કરતા આરોપી આજુબાજુના કોઈ ગામમાં ખેત મજુરી કરતો હોવાની હકિકત જણાઈ આવેલ. જેથી પોલીસ તરીકેની ઓળખ છુપી રહે તે માટે વેશપલટો કરી ખેડુત મજુર બની ત્યાં રોકાઈ ગયેલ અને આજુબાજુના દિહોર, દેલા, નેસીયા, ત્રાપજ, કુઢેલી, ટીમાણા ગામોમાં અલગ અલગ ખેતર વાડીમાં ખેતમજુરી કરી આરોપીની તપાસ કરતા આ કામનો આરોપી રોજ અલગ અલગ વાડીમાં મજુરી કામ કરવા જતો હોય, જેથી ત્રણદિવસ સુધી આરોપીની વોચ કરતા યુક્તિ-પ્રયુક્તિથી તેની ભાળ મળતા તેને પકડી પાડી ભરૂચ ખાતે લાવી તેના વિરૂધ્ધમાં ઉપરોકત પકડ વોરંટના કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *