પો.ઇન્સ. એ.કે.જાડેજાનાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો ભરૂચ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે રાજસ્થાનના જોધપુર ખાતે તપાસમા ગયેલ હતા. તે સમય દરમ્યાન મળેલ બાતમી, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે દહેજ મરીન પો.સ્ટે. નોંધાયેલ ઇ.પીકો.કલમ તથા અંકલેશ્વર શહેર “એ” ડીવી. પો.સ્ટે. નોંધાયેલ ઇ.પીકો. કલમ મુજબના ગુનાના કામે નાસતા ફરતા ઇસમ શેનુ ઉર્ફે અબ્દુલ વાહીદ અહમદ હુસેન બેલીમ (રહે.રૂડકલી, તા.જી.જોધપુર, રાજસ્થાન.) નાઓને વાગરા જી.ઇ.બી. ચોકડી ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા માટે દહેજ મરીન પો.સ્ટે.સુપ્રત કરવામાં આવેલ છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com