અંકલેશ્વરના કોસમડી ગામની યોગ નગર સાંઈ વાટીકા સોસાયટીમાં રહેતા શ્વાનના બચ્ચાઓ પર ફોર વ્હીલર ચઢાવી દેવાતા એક બચ્ચાનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય બચ્ચાઓને ઈજા પહોંચી છે. સોસાયટીમાં રહેતા બિલ્ડર જય પ્રકાશ યાદવને તેમની પત્નીએ ફોન કરીને જાણ કરી હતી કે, વિજય પાટીલે બંસી પાટીલની કાર શ્વાનના બચ્ચાઓ પર ચઢાવી દીધી છે. આ ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ છે. જેથી જય પ્રકાશે તરત જ જીવદયા પ્રેમી સંસ્થા સાર્થક ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. જીવદયા પ્રેમી સંસ્થાના સુરજસિંગને CCTV ફૂટેજ તપાસ્યા બાદ જાણવા મળ્યું હતું કે, એક બચ્ચાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ગંભીર ઘટના બાદ અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com