Geo Gujarat News

અંકલેશ્વર-સુરત હાઇવે પર સુણેવ ગામ નજીક રોડ પર વૃક્ષ પડતાં વાહનવ્યવહાર ખોરવાયો

ભરૂચના હાંસોટ અને અંકલેશ્વર વિસ્તારમાં ગતરોજ સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. હાંસોટ પંથકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સુણેવ ગામ નજીક એક વિશાળ વૃક્ષ રોડ પર પડી ગયું હતું.


આ કારણે હાઇવે પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વૃક્ષ મુખ્યમાર્ગ પર પડવાથી બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે માર્ગ પરથી વૃક્ષને હટાવીને વાહન વ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો.

ઇસુબ દિવાન, હાંસોટ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *