Geo Gujarat News

ભરૂચ: પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા તા. ૩૦ જૂન ૨૦૨૫ના રોજ ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે મળશે

ભરૂચ શહેરના ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા આગામી તા. ૩૦ જૂન ૨૦૨૫ને સોમવારના રોજ સવારે ૯=૩૦ કલાકે મુખ્ય મહેમાન રીમેજીંગ વેન્ચર્સ પ્રા.લીના ફાઉન્ડર અને એમ.ડી અભિષેક મિશ્રાજી, રીમેજીંગ વેન્ચર્સ પ્રા.લીના મનમોહનકુમાર પાઠકજી તેમજ અતિથિ વિશેષ જિલ્લા તિજોરી અધિકારી, જે.એન.પટેલ, ડીરે, વીરા વેલ્થવાઇઝ પ્રા.લી., ભરૂચના રમેશભાઈ જે. ખુમાણ જેવા મહાનુભાવોની ઉપસ્થિતમાં યોજાનાર છે. ત્યારે આ મંડળની વાર્ષિક સાધારણ સભામાં જિલ્લાના તમામ પેન્શનરો સાધારણ સભામાં ઉપસ્થિત રહે તે માટે પ્રમુખશ્રી પરસોત્તમ આહીરે અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, જિલ્લા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ,ઉપપ્રમુખ તમામ કારોબારી સભ્યોશ્રીઓ,મહેમાનશ્રીઓ અને સભાસદશ્રીઓ હાજર રહેશે. તેમ ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *