Geo Gujarat News

ભરૂચ: ટંકારીયા ગામેથી વરલી મટકા આંકડાના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પાલેજ પોલીસ

પોલીસ ઇન્સ્પેકટર કે.આર.વ્યાસનાઓ દ્વારા પ્રોહીબિશન તથા જુગારના કેસો શોધી કાઢવા હાથ ધરવામાં આવેલ પ્રયત્નોના આધારે, પાલેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન અ.પો.કો. કરશનભાઈનાઓને બાતમી મળેલ કે, ટંકારીયા ગામે પાદરમાં આવેલ સ્ટેટ બેંકની પાસે ચાની દુકાનમાં બે ઈસમ (૧) મહમદ હનીફ ઉમરજી વેવલી (રહે. ટંકારીયા ગામ, એસ.ટી.કોલોની, તા.જી.ભરૂચ.) (૨) મોહસીન હસન યુસુફ કોસીયા (રહે. કહાન ગામ, ટેકરા ફળિયું, તા.જી.ભરૂચ.) મુંબઈથી નીકળતા ટાઈમ ઓપન બંધ, મિલન ઓપન બંધ, કલ્યાણ ઓપન બંધનો વરલી મટકાનો આંકડાનો જુગાર અન્ય ગ્રાહકો પાસેથી મોબાઈલ ફોન મારફતે વોટ્સએપ એપ્લીકેશનથી એકબીજાને આપ લે કરી પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમી રમાડે છે. જે પૈકી એક ઇસમે શરીરે વ્હાઇટ કલરની હાફ બાયની ટીશર્ટ તથા બ્લેક તેમજ ગ્રે કલરના પટ્ટાવાળો લોઅર પેન્ટ પહેરેલ છે તથા બીજા ઇસમે ગુલાબી કલરનું શર્ટ તેમજ કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. જેથી બાતમીવાળી જગ્યાએ તાત્કાલિક જુગાર રેઈડ કરી ઉપરોક્ત વર્ણનવાળા બન્ને ઈસમોને પકડી તેની અંગઝડતીમાંથી જુગારના રોકડા રૂપિયા ૧૦,૫૫૦/- તથા મો.ફોન નંગ-૦૧ કિ.રૂ.૩૦૦૦/- તથા સ્ક્રીન શોટ નંગ-૦૧ તથા કાગળની ચીઠ્ઠી નંગ-૦૩ મળી કુલ કિ.રૂ.૧૩,૫૫૦/- ના મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ છ આરોપી (૧) ઇરફાન હાજી બીલા (રહે.ટંકારીયા તા.જી.ભરૂચ.) (૨) વિજયભાઇ ભીખાભાઇ સોલંકી (રહે. ટંકારીયા, તા.જી.ભરૂચ.) (૩) યુનુસ ભરૂચી ઉર્ફે રાજા (રહે.કહાન, તા.જી.ભરૂચ.) (૪) અલી આદમ ભીમા ઉર્ફે મામુ (રહે.સીતપોણ, તા.જી.ભરૂચ.) (૫) સુખદેવ વસાવા (રહે.કારેલા, તા.જી.ભરૂચ.) (૬) મુનાફ ઉર્ફે રાજકુમાર (રહે.વલણ, તા.કરજણ, જી.વડોદરા.) નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી જુગારધારા કલમ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *