સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગને રોજિંદી જીવન શૈલીનો ભાગ બનાવીને નિયમિત યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય છે. આથી વિશ્વ યોગ દિવસની ઉજવણી થકી લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. ત્યારે ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને આઈકોનિક સ્થળ શુક્લતીર્થ ખાતે નર્મદા હાઈસ્કૂલમાં પ્રિ-ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળામાં બાળકોને યોગ આસનો પ્રસ્તુત કર્યા: વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો :- નર્મદા હાઈસ્કૂલના બાળકો અને ગામ લોકોએ વિશ્વ યોગ દિવસના અનુસંધાને યોગ અભ્યાસ કર્યો હતો. શાળામાં બાળકોને યોગ આસનો પ્રસ્તુત કર્યા હતા. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તકે, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીએ જીવનમાં યોગનું મહત્વ, તેના ઈતિહાસ અને યોગના લાભો સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓને યોગ અપનાવવા અનુરોધ કર્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com