21 મી જુનના રોજ ONE EARTH ONE HEALTH ની અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે 11 માં “આંતરાષ્ટ્રીય યોગ દિવસની ભરૂચ જિલ્લા કક્ષાની યોગ દિનની ઉજવણી જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ,અધિકારીઓ,સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ અને એનજીઓના લોકોએ હાજર રહી યોગમાં જોડાયા હતા.

આ તબક્કે, સૌ પ્રથમ ઉપસ્થિત સૌવ મહાનુભાવોએ પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યું હતું.તેમણે ગુજરાતનાં લોકોનો સંબોધન કરતા વિશ્વ યોગ દિન શુભકામનાઓ પાઠવી હતી.ત્યાર બાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના નામ યોગ દિવસનું લાઈવ ટેલિકાસ્ટ પણ લોકોએ નિહાળ્યું હતું.
ભરૂચ જિલ્લા કક્ષાના આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે GNFC સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા.જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંમ સેવકો,સંસ્થાઓ ,એનજીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જોડાઈને યોગ કર્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા, યોગાસન અને તેનાથી થતાં ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત્ત થાય, યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી.ભરૂચમાં આજ ઉદ્દેશ્ય સાથે જિલ્લાકક્ષાએ તેમજ જિલ્લાની તમામ નગરપાલિકા કક્ષાઓ,તાલુકાકક્ષાએ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગની ઉજવણી કરાઇ હતી.
આ તબક્કે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા,જિલ્લા એસપી મયુર ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલ,પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસીયા,જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ,જીગ્નેશ મિસ્ત્રી,GNFC ના અધિકારીઓ સહિત વિવિધ સંસ્થાઓના લોકોએ ઉપસ્થિત રહી યોગમાં જોડાયા હતા.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com