Geo Gujarat News

વાગરા: સાયખા અને વડદલા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ, સાયખામાં ત્રિપાંખીયો જંગ ખેલાયો, મહિલાઓએ ઊંચું મતદાન કરી જાગૃતિ બતાવી

વાગરા તાલુકામાં બે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. વહેલી સવારથી પુરુષો કરતા મહિલાઓએ મતદાન કરવા વિશેષ જાગૃતિ બતાવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વાગરા તાલુકામાં બે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી. બંનેવ ગ્રામ પંચાયતના ઉપર વિશેષ રીતે આખા તાલુકાની નજર મંડાઈ છે. સાયખા અને વડદલા ગ્રામ પંચાયત હદમાં વિવિધ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ઉદ્યોગ નગરીથી ઘેરાયેલી પંચાયતના સરપંચ બનવા માટે સૌ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સાયખા ગ્રામ પંચાયત ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. બે બળિયાની લડાઈ વચ્ચે ત્રીજાને ફાયદો થાય એવી સ્થિતિ સર્જન થયુ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે. જો કે હાલતો સાયખામાં આદિવાસી મતદારો જે તરફ મતદાન કરે એની જીત પાકી એમ માનવામાં આવી રહ્યુ છે. સાયખા ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં કુલ ૮૮૭ મતદારો પૈકી ૩૮૨ પુરુષ અને ૩૮૩ મહિલાઓ મતદાન કરી લોકશાહીની ઉજવણી કરી હતી.

વડદલા ગામે મહિલાઓએ ૮૯.૧૮ % અને સાયખા ગામે ૮૬.૦૬% નું મતદાન કરી મહત્વની ભૂમિકા ભજવી:- સાયખા ગામે ૮૬.૨૪ ટકા મતદાન નોંધાયુ હતુ. જ્યારે વડદલા ગ્રામ પંચાયતના કુલ ૬૬૨ મતદારો પૈકી ૨૮૭ પુરુષ અને ૩૦૫ મહિલા મતદારોએ મતદાન કર્યું હતુ. વડદલા ગામે ૮૯.૦૨ ટકા મતદાન નોંધાયુ હતુ. જેમાં મહિલાઓએ ૮૯.૧૮ ટકા મતદાન કરી પોતાની સૂઝબૂઝ બતાવી હતી. સવારથી સાંજ સુધી એક-એક મતદારને ઘરથી બુથ સુધી લઈ જવા માટે ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોએ કમર કસી હતી. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બેલેટ પેપરથી યોજાયેલ ચૂંટણીમાં મતદાન કઈ રીતે કરવુ એ માટે કેટલાક મતદારો અસમંજસમાં મુકાઈ જવા પામ્યા હતા.

વડદલા ગામે લકવાગ્રસ્ત મહિલાએ મતદાન કરી મતદાતાઓમાં ઉત્સાહ પૂરો પાડ્યો:- વાગરાના વડદલા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી મહેશભાઈ રાવત અને મદદનીશ ચૂંટણી અધિકારી સંજય ગિલાણીને લકવાગ્રસ્ત મધુબેન રાઠોડને મતદાન કરવુ છે. એની જાણ થઈ હતી. તેમને મતદાન કરાવવા મેડિકલ ટિમ થકી મતદાન ની વ્યવસ્થા કરાવી આપી હતી. ડાબી બાજુનું અંગ લકવાગ્રસ્ત હોવા છતાં મધુબેન એમ્બ્યુલન્સ મારફત મતદાન મથક સુધી પહોંચ્યા હતા. શારીરિક રીતે અશક્ત હોવા છતાં મતદાન કરી અન્ય મતદારોનું તેમણે મનોબળ વધાર્યું હતુ.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *