આમોદ તાલુકાની પાંચ પંચાયતો સરભાણ, તેલોદ, બોડકા, મછાસરા, અને ઇટોલા ગામે સરપંચના ૧૦ ઉમેદવારો વચ્ચે અને પાંચ ગામના ૨૩ વોર્ડ સભ્યો માટે બેલેટ પેપરથી મતદાન થયું હતું.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય મતદાન મથકો ઉપર મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.આમોદ તાલુકાના ઇટોલા ગામે માત્ર સરપંચની ચૂંટણી યોજાઇ હતી.કારણકે તેમાં વોર્ડ સભ્યોએ ઉમેદવારી જ નોંધાવી નહોતી.જેથી સરપંચની ચૂંટણી માટે રસાકસી જોવા મળી હતી.પાંચ પંચાયતોમાં મતદાન માટે ચૂંટણી તંત્ર તરફથી ૯ બુથ તૈયાર કરવામાં આવ્યાં હતાં.જેમાં સરભાણ ગામે ૦૪, તેલોદ ગામે ૦૧,બોડકા ગામે ૦૧,મછાસરા ગામે ૦૨,તેમજ ઇટોલા ગામે ૦૧ બુથ તૈયાર કરવામાં આવ્યા હતાં.

પાંચ ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. સાંજે છ કલાકે મતદાન પ્રક્રિયા પુર્ણ થતા પોલીસ બંદોબસ્ત સાથે મતદાપેટી મામલતદાર કચેરીએ લાવી સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવી હતી.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com