પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારમાં રહેતા અને નેત્રંગ ચારરસ્તા ઉપર જગ્ગનાથ કોમ્પ્લેક્ષના વેપારી એવા જયંતીભાઈ હિંમતલાલ ગાંધીને સંતાનમાં મોનાલી,વંદના અને કિષ્ના ત્રણ દીકરી છે.જયંતીભાઈ ગાંધી છેલ્લા કેટલાક સમયથી બીમાર હોવાથી ગતરોજ સાંજના સમયે દુ:ખદ અવસાન થવાથી તેમની અંતિમ યાત્રા નિકળી હતી.નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે આવેલ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જેમાં જયંતીભાઈ ગાંધીની ત્રણેય દીકરીએ પોતાના પિતરાઇભાઈ મયુર જયનારાયણભાઈ ગાંધી સાથે પિતાના પાથિઁવદેહને મુખાગ્નિ આપી હતી.
દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ
Author: Kadar Khatri
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241