Geo Gujarat News

ભરૂચ: હજીરાથી નંદેસરી ટેન્કરમાં લઈ જવાતું સ્ટાયરીન કેમીકલ નંદેસરી પહોંચે તે પહેલા ટેન્કરનું સીલ તોડી કેમીકલની ચોરી કરતા ત્રણ આરોપીઓ ઝબ્બે

પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચનાઓએ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમોની રચના કરી જિલ્લામાંથી પસાર થતા હાઈવે ઉપર પેટ્રોલીંગ રાખી કેમીકલ ચોરી વિગેરે ગુના શોધી કાઢવા આપેલ જરૂરી માર્ગદર્શનના આધારે, એલ.સી.બી.ના પો.સ.ઇ. ડી.એ.તુવરની ટીમ ને.હા. નંબર ૪૮ ઉપર નાઈટ પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન બાતમી મળેલ કે “નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ભરૂચથી વડોદરા તરફ જતા ટ્રેક ઉપર રીલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ 12 AZ 1612 માંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કંઇક પ્રવાહી કાઢી પીકઅપ ડાલામાં મુકે છે” જે આધારે એલ.સી.બી. ટીમ દ્વારા આયોજન બધ્ધ સફળ રેઈડ કરી રીલીફ હોટલની નજીક હાઈવેની સાઈડમાંથી ઉપરોક્ત ટેન્કર તથા બોલેરો મેક્ષ પિક અપ તથા ચોરીના સાધનો સાથે ત્રણ આરોપીઓ (૧) તુલસારામ જસારામ જાટ (ઉ.વ.૪૫, રહેવાસી. ધને કી ધાની ગામ, તા. & થાના.સીન્ધરી, જિ.બલોતરા, રાજસ્થાન.) ટેન્કર ડ્રાઈવર (૨) સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન (ઉ.વ.૩૪, હાલ રહે.પાલેજ, સાલેહ પાર્ક પ્લોટ નં.૧૨૨/૧૨૩, મહેરબાન ગુલામભાઇના મકાનમાં ભાડેથી, તા.જિ.ભરૂચ. મૂળ રહેવાસી.ઘર નં.૦૭, રાજાવાડી, સૈયદપુરા, સુરત.) અને (૩) વસીમ સીરાજ દીવાન (ઉ.વ.૧૯, રહેવાસી. માલપુર ગામ, પટેલ ફળિયું, તા.શીનોર, જિ.વડોદરા.) ને ઝડપી પાડયા હતા.

પકડાયેલ આરોપીઓની પુછપરછ હાથ ધરતાં જણાયેલ કે હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન કેમીકલ ભરી વડોદરા નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાલી કરવાં જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમીકલ માફીયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી, કેમિકલ ચોરી પ્લાસ્ટીકના કારબાઓ ભરી એક કારબો ૧૫૦૦/- માં વેચતા હોવાનું માલુમ પડેલ અને કેમીકલ માફીયાઓ ચોરીનું મેળવેલ કેમીકલ અલગ અલગ આરોપીઓને પહોંચાડવાના હતા. જેથી આ કેમીકલ વેચાણે લેવાના હતા તે આરોપીઓ (૧) ધવલ પટેલ (રહે.અમદાવાદ.) (૨) સંજય (૩) મિત પટેલ (૪) નયન પટેલ અને (૫) સુરેશ પટેલ (રહે. સુરત.) ને વોન્ટેડ જાહેર કરી ડ્રાઈવરે નંદેસરી ખાતે કેમીકલ પહોંચાડવાનું હતું તે નહીં પહોંચાડી ટ્રાન્સપોર્ટર અને કંપની સાથે વિશ્વાસઘાત કરેલ હોય, જેથી પકડાયેલ ત્રણેય આરોપીઓ (૧) તુલસારામ જસારામ જાટ (૨) સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન અને (૩) વસીમ સીરાજ દીવાન વિરૂધ્ધ વિશ્વાસઘાત અને ચોરી અંગે ભારતીય નાગરીક ન્યાય સંહિતાની સલંગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી નબીપુર પો.સ્ટે. ગુનો રજિસ્ટર કરી આગળની વધુ તપાસ પો.સ.ઇ. એલ.સી.બી. નાઓ ચલાવી રહેલ છે.

પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી સત્તાર ઉર્ફે સમીર દિવાન દહેજ પો.સ્ટે. ગઈ કાલે પકડાયેલ કેમીકલ ચોરીના મુખ્ય સુત્રધાર તરીકે વોન્ટેડ જાહેર થયેલ છે જેથી આ આરોપીની આગળની કાર્યવાહી માટે દહેજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત

(૧) સ્ટાઇરીન કેમીકલ ભરેલ પ્લાસ્ટીકના કારબા નંગ-૦૪ કિંમત રૂપિયા ૧૧,૨૦૦/-

(૨) સ્ટાઇરીન કેમીકલ ૨૮.૬૨૦ મેટ્રીક ટન (બિલ મુજબ) કિંમત રૂપિયા ૨૩,૮૯,૦૮૩/-

(૩) ટેન્કર નંબર: GJ 12 AZ 1612 કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦/-

(૪) બોલેરો મેક્ષ પીકઅપ નંબર GJ 16 AY 2086 કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/-

(૫) ત્રણેય આરોપીઓની અંગઝડતીમાંથી મોબાઇલ નંગ-૦૩ કિંમત રૂપિયા ૧૩,૦૦૦/-

(૬) અન્ય મુદ્દામાલ કિંમત રૂપિયા ૮,૦૦૦/-

કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૩૯,૧૪,૯૮૩/- જપ્ત કરેલ છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *