મોટા તળાવની બ્યુટી ફિકેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન ક્યાં કરવું જેથી ગણેશ યુવક મંડળના આયોજકો અવઢવમાં મુકાયા હતાં. જેને લઇને આમોદ પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ, ભાજપના આગેવાનો અને સદસ્યો સાથે ગણેશ યુવક મંડળના આયોજકોની બેઠક યોજવામા આવી હતી.જેમાં આમોદ પાલિકાના પ્રમુખના જણાવ્યાં મુજબ માટીની પ્રતિમાઓનું જ મોટાં તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે.
તેમજ તળાવનું હજુ લોકાર્પણ કરવામાં આવ્યું ના હોય પી.ઓ.પી.ની પાંચ ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન માટે પાલિકા તંત્ર કલેકટર પાસે પરવાનગી માંગશે તેમ પાલીકા પ્રમુખે જણાવ્યુ હતુ તેમજ તંત્ર તરફની યુવક મંડળોને પણ પાંચ ફૂટથી વધુ મોટી પ્રતિમા નહી લાવવા ફરમાન કરી દેવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ગણેશ મહોત્સવના શોભાયાત્રાના રૂટ ઉપર ખાડાઓનું પુરાણ કરવું,લાઈટિંગની વ્યવસ્થા, મોટા તળાવ ખાતે તરાપા તેમજ તરવૈયાની વ્યવસ્થા કરવી, ગણેશ પંડાલો પાસે સાફ સફાઇ કરવી સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમા નગરપાલિકા પ્રમુખ, પાલીકાના સદસ્યો આમોદ શહેર ભાજપમાં પ્રમુખ,મહામંત્રી સહિત યુવક મંડળના આયોજકો હાજર રહ્યા હતાં.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com