Geo Gujarat News

વાગરા: સુપરફોર્મે તેના દહેજ અને ઝઘડિયા મેન્યુફેકચરિંગ યુનિટ માટે ISCC PLUS સર્ટિફિકેશન મેળવ્યું

UPL સ્પેશ્યાલિટી કેમિકલ્સ લિમિટેડ તરીકે ઓળખાતી સુપરફોર્મ કેમિસ્ટ્રીઝ લિમિટેડે (બ્રાન્ડ નેમ – સુપરફોર્મ) ગુજરાતના દાહેજ અને ઝઘડિયામાં તેના મેન્યુફેકચરિંગ એકમો માટે પ્રતિષ્ઠિત ‘ISCC PLUS સર્ટિફિકેશન’ મેળવ્યું છે. આ પ્રતિષ્ઠિત માન્યતા ટકાઉ ઉત્પાદન પ્રત્યે સંસ્થાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ સર્ટિફિકેશન ક્લોર આલ્કલી, ફોસ્ફરસ, સલ્ફર, સાયનાઇડ અને ફોસ્જીન જેવી સ્પેશ્યાલિટી કેમેસ્ટ્રી માટે છે, જેનું બંને સ્થળોએ પુનઃપ્રાપ્ય ઉર્જા આધારિત ફીડસ્ટોક્સનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવે છે. સર્ટિફાઈડ ઉત્પાદનોમાં કોસ્ટિક સોડા, ક્લોરિન, હાઇડ્રોજન, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, ડાયઈથાઇલ ફોસ્ફાઇટ, ટ્રાયઈથાઇલ ફોસ્ફાઇટ, ટ્રાયમિથાઇલ ફોસ્ફાઇટ, ફોસ્ફરસ ઓક્સિટ્રાયક્લોરાઇડ, ડીપીએમપી, સોડિયમ સલ્ફાઇડ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, સોડિયમ સાયનાઇડ, સાયન્યુરિક ક્લોરાઇડ, ફિનાઇલ ક્લોરોફોર્મેટ, મિથાઇલ ક્લોરોફોર્મેટ, ઇથાઈલ ક્લોરોફોર્મેટ, 2- ઇથાઈલ હેક્સાઈલ ક્લોરોફોર્મેટ અને ફિનાઇલ આઇસોસાયનેટનો સમાવેશ થાય છે. સુપરફોર્મની બ્રાન્ડ પોઝિશનિંગને મજબૂત બનાવવા ઉપરાંત, આ માન્યતા સંસ્થાની સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંપૂર્ણ ટ્રેસેબિલિટી, કાર્બન ફૂટપ્રિન્ટના મોનિટરિંગ અને ટકાઉ આંતરરાષ્ટ્રીય વેપારની પ્રગતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરે છે.આ સિદ્ધિ અંગે સુપરફોર્મના સીઈઓ રાજ તિવારીએ જણાવ્યું હતું કે, “ISCC PLUS સર્ટિફિકેશન પ્રાપ્ત કરવા બદલ અમે ગર્વ અનુભવીએ છે – જે ટકાઉ ઉત્પાદન પ્રત્યેની અમારી અડગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ સિદ્ધિ માત્ર હિસ્સેદારો સાથેની અમારી વિશ્વસનીયતાને મજબૂત જ નથી બનાવતી, પરંતુ ભવિષ્યના નિયમનકારી પરિદ્રશ્યનો સામનો કરવા અને પર્યાવરણીય રીતે જવાબદાર અને ટ્રેસેબલ ઉત્પાદનો માટે વધતી ગ્રાહકોની માગને પહોંચી વળવા માટે પણ અમને સક્ષમ બનાવે છે. તે અમને અમારા ઉત્પાદન એકમોમાં ટકાઉ પ્રથાઓને અપનાવવા, ઉદ્યોગના અગ્રણી બેન્ચમાર્ક સાથે સંરેખિત થવા અને જવાબદાર ઉત્પાદન માટે નવા ધોરણો સ્થાપિત કરવા માટેની પ્રેરણા આપે છે.”

ઇન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી એન્ડ કાર્બન સર્ટિફિકેશન (ISCC) વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત, સ્વતંત્ર બહુ-હિતધારક પ્રમાણપત્ર પ્રણાલી છે, જે ટકાઉ, જંગલોની નાબૂદીથી મુક્ત અને આબોહવા-સ્થિતિસ્થાપક પુરવઠા શ્રૃંખલાઓને પ્રોત્સાહન આપે છે. ISCC PLUS ફ્રેમવર્ક ટકાઉપણાની મજબૂત વ્યૂહરચના અમલમાં મૂકવા, પર્યાવરણીય કામગીરીનું નિરીક્ષણ કરવા અને કાર્બન તેમજ સંસાધનોના ઉપયોગને ઘટાડવા માટેની પ્રક્રિયાઓને ઑપ્ટિમાઇઝ કરવામાં સંસ્થાઓને મદદરૂપ થાય છે.

Saifali Bhatti
Author: Saifali Bhatti

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *