ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી. વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા. શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા, જોકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું, જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com